Friday, 22 November 2019

હાય...રે..કાળસમી BRTS હજુ કેટલા ભોગ લેશે.!!!???

સિટી બસ થી બચવા હવે શું રસ્તા ઉપર ચાલતી વખતે પણ સુરત ની જનતા ને હેલ્મેટ આવશ્યક રહેશે!?? શુ મનપા રસ્તા પર ચાલતી વખતે પણ હેલ્મેટ પહેરાવશે?

એક પછી એક એમ છેલ્લા ત્રણ દિવસ થઈ  સુરત.માં થઈ રહેલ દુર્ઘટના ને ધ્યાન માં રાખતા હોવી એવું.લાગી રહ્યું છે કે સુરત માં રહેનાર જનતા એ હવે રસ્તાઓ.ઉપર ચાલતી.વખતે પણ હેલ્મેટ ની જરૂરિયાત ચોક્કસપણે રહેશે. નહીંતર શુ ખબર કઈ ઘડી ક્યારે બદલાય અને કાળસમી brts બસ ક્યારે શુ કરે.વાહન ચાલાવતી વખતે તો જનતા હેલ્મેટ પહેરે છે કારણ કે તેમને પોલીસ નો ડર હોય છે. કોઈ સેફટી ને ધ્યાન માં રાખીને તો પહેરતું જ નથી પરંતું હવે પરિસ્થિતિ ને ધ્યાન માં રાખતા મનપા કમિશ્નર એવો કાયદો પણ ના લાવી દે કે રસ્તા પર હેલ્મેટ વિના ચાલનાર ને દંડ લાગશે...

મનપા પ્રશાસન દ્વારા BRTS થી થતા અકસ્માત રોકવા એક અભિયાન છેડાયું હતું જેમાં એમ હતું કે બસ માં ડ્રાઇવર બેસે એની સામે જ ગ્લાસ પાર સ્ટીકર ચોંટાડવા માં આવ્યું હતું જેમાં લખ્યું હતું  , "મારાથી આજે કોઈ અકસ્માત થશે નહીં,મારો પરીવાર ઘરે મારી રાહ જુએ છે." અને ઉપરાંત દરરોજ સવારે ડ્રાઈવરો પાસે આજ બોલીને પહેલા શપથ લેવડાવામાં આવતી હતી. પરંતુ હવે છેલ્લા 3 દિવસ થી થતા અકસ્માત ને જોતા એવું લાગી રહ્યું છે કે એ અભિયાન નિષ્ફળ રહ્યું.જેમાં ગઈકાલે થયેલ ઉધના અકસ્માત માં બસ ઉપર આજ સ્ટીકર લખેલ હતું અને ડ્રાઇવર ફરાર હતો.તેથી હવે જોવાનું એ રહે  છે કે મનપા આ અકસ્માતો ન થાય એના પ્રયાસ હેઠળ શુ હજુ કોઈ  નવું અભિયાન છેડશે કે બસો ની.ઝડપ માં ફેરફાર કરે છે.પરંતુ ચોક્કસપણે કહી શકાય કે હવે સુરત ની જનતા માં ભય તો પેસી જ ગયો છે કે brts ની આજુબાજુ તો ન રહેવાય ભરોસો નહીં ક્યારે શુ થાય.ખેર......સાચવજો મિત્રો આપણે આપણી સલામતી જાતે કરીશું ધ્યાન માં રાખીશું કે  બસ થી 10ફૂટ દૂર વાહન ચલાવીએ અને રૂટ માં ક્યારેય ન ચલાવીએ.અને રૂટ ઓળંગતા પહેલા ચોક્કસ થી બસ નો ખ્યાલ રાખીશું અને હવે તો મનપા દ્વારા ટ્રાફિક થાય તો કઈ નહીં પણ રસ્તાઓ નાના કરીને મોટા મોટા ગ્રીલ લગાવીને બ્લોકસ લગાવી  ફૂટપાથ નું સરસ  નિર્માણ કર્યું જ છે તો રસ્તા પર ચાલવા કરતા કેમ નહીં તેના જ ઉપર ચાલીએ...THNX FOR READING.🙏

 

ગમ્યું તો મોકલો તમારા.મિત્ર ને

(ચિરાગ વણકર)

Holi Festival Not For Animals..

Pets are a part of your family, understood. You choose to make them a part of your celebrations, understood. But many do not understand th...