Showing posts with label gujrati. Show all posts
Showing posts with label gujrati. Show all posts

Saturday, 14 November 2020

ફટાકડા તો ફોડશું જ...બસ ધ્યાન રહેશે મજા ન બને કોઈની સજા


નમસ્કાર મિત્રો , આપ સૌ ને દિવાળી તથા નવા વર્ષ ની ખૂબ ખૂબ શુભેચ્છા દિવાળી એટલે આનંદ ઉત્સાહ નો તહેવાર જેમાં મજા તો કરવી જ પડે નવા કપડાં પહેરી દીવડા પ્રગટાવી ફટાકડા ફોડી ભરપૂર મજા કરવાનો તહેવાર.પણ આ તહેવાર માં બધા ને ખબર જ હોય કે તહેવાર પર કઈ ને કઈ નુકસાન દરેક વસ્તુ માં હોય જ જેમાં દિવાળી માં પ્રદુષણ પશુ પંખીઓ ને નુકસાન ની વાત આવે જેથી મોટે ભાગે બધે એજ મોટિવેશન આપતા હોય ફટાકડા વગર ની દિવાળી ઉજવો પણ એમાં પણ કોઈ માનતું તો નથી જ બોલવા ખાતર બોલતા હોય છે 
કારણ કે ફટાકડા વગર ની દિવાળી મનાવવા કેટલા ને સમજવા જઈશુ પણ એના કરતાં મારો અંગત અભિપ્રાય એટલો જ દિવાળી ઉજવો મજા માણો બસ એટલું ધ્યાન રાખવુ જોઈએ અને સૌ એ  તમારી મજા  કોઈ અબોલ માટે સજા ન થાય તહેવાર આપણો છે મજા  આપણે કરીએ તો કેમ બીજા ને નુકસાન પહોંચાડીએ. જેમાં તમારા આસપાસ ના કૂતરાઓ ને તમે મોટેભાગે ઓળખાતા જ હશો તો દરેક કુતરાઓ ને તમે સૌપ્રથમ એવી સુરક્ષિત જગ્યા ઉપર રાખો જ્યાં ફાટકડા નો અવાજ ઓછો આવતો હોય તથા ધુમાડા નું પ્રમાણ ઓછું હોય. પાલતુ કુતરા ને દિવાળી દરમિયાન ઘર માં બારી બારણાં બંધ કરી રાખો. તેથી ખાસ ધ્યાન રાખો ફટાકડા ફોડતી વખતે આસપાસ માં કોઈ પ્રાણી ન હોય જો હોય તો એને દૂર કરો તથા એવી જગ્યા એ ફટાકડા ફોડો જ્યાં આસપાસ માં કોઈ અબોલ જાનવર ન દેખાય જો હોય તો એના કાન ઢાકો મજા કરવા એટલું તો તમે કરી જ શકો છો મિત્રો ફટાકડા ના અવાજ થી 90% કુતરાઓ થરથરે છે.કારણ તે ફટાકડા નો અવાજ 100 ડેસીબલ થી પણ વધારે હોય છે.સામાન્ય માણસ ને જેટલો અવાજ સંભળાય છે તેના કરતાં 3 ગણો અવાજ તેમને સંભળાય છે જેના પરથી તમે અંદાજી શકો છો તેમના કાન ઉપર કેટલી મોટી અસર પડતી .રસ્તા ઉપર ફટાકડા ફોડતી વખતે ખાસ ધ્યાન રાખો ફૂટેલા ફટાકડા ઉપર કોઈ જાનવર ચાલી ન જાય. પાછલા વર્ષે એવા ઘણા જાનવરો ફૂટેલા ફટાકડા ઉપર  ચાલતા દાઝવાના કિસ્સા બન્યા હતા તેથી તહેવાર ની ઉજવણી હર્ષોલ્લાસ થી કરતા કોઈક ના માટે સજા ન બની ભરપૂર મજા માણો. સૌ થી સારો રસ્તો એક કહું તો ખુલ્લી જગ્યા એ મેદાન જેવા વિસ્તાર માં ફટાકડા ફોડી આનંદ માણો જેમાં આસપાસ માં કોઈ વૃક્ષ પણ ન હોય જેથી પંખીઓ ને પણ નુકસાન નહીં પહોંચે અને એવા માં કોઈ જાનવર પણ ન આવે.જેથી તમારી પણ મજા ન બનશે કોઈ માટે સજા બાકી અપને પ્રદુષણ વિશે વિચારવા જઈશુ તો એ કઈ નહીં આપણે એના માટે આખા વર્ષ માં પ્રદૂષણ મુક્તિ માટે ના પેંતરા અપનાવી લઈશું.બસ વૃક્ષો વાવતા રહેજો દૂર દૂર સુધી પ્રદુષણ નું નામો નિશાન મટી જશે પણ આ વાંચવા પૂરતું નહિ હો કરવું પડશે ચાલો તૈયાર થઈ જાઓ ...ફરી એક વખત આપ સૌ ને દિવાળી ની હાર્દિક શુભકામનાઓ 🙏🏻🥰
                         - ચિરાગ વણકર


Tuesday, 15 September 2020

સુખી જીવન માટે પોતાના ચારિત્ર્ય નું મહત્વ.

નથી પૈસા થી કઈ વળતું ન તો કીર્તિ થી ન તો નામ થી કે ન તો વિદ્યા થી, માત્ર ને માત્ર તમારું ચારિત્ર્ય જ વ્રજરૂપી દીવાલો ભેદીને માર્ગ કાઢી શકે છે.

               આજના સમય માં માનવી માત્ર ને માત્ર એક જ વસ્તુ પાછળ દોડે છે.આપણે સૌ જાણીએ છીએ,નાના હોય કે મોટા બધાને આજે એક જ વસ્તુ ની તડપ છે અને એ છે પૈસા. પણ કદી વિચાર્યું છે તેનાથી સંપૂર્ણ સંતુષ્ટિ મળે છે !? પૈસા આરામ આપે છે કીર્તિ આપે છે નામ આપે છે વધુ માં વધુ પોતાના મન ને સંતોષ પ્રાપ્ત કરાવે છે બસ બીજી? શુ આત્મા ને અંતરાત્મા ને સંતોષ મળે છે ખરા? તમારા પરમાત્મા ને આનંદ મળે છે ખરા? 
                સાંભળ્યું જ છે જૂનું છે બધાને ખબર છે આવ્યા ખાલી હાથે અને જશું પણ ખાલી હાથે તો પણ છતાં દોડે છે  પૈસા થી શુ વળ્યું? કીર્તિ મળી નામ મળ્યું નામ થી તમને શું ફળ્યું એ જે આનંદ છે તે તમારો શરીર પૂરતો જ છે શરીર માંથી આત્મા છૂટશે બાદમાં ઉપર કઇ નહીં આવે.તમે વિદ્યા પ્રાપ્ત કરશો ગમે એટલી મોટી ડીગ્રી મેળવી લેશો તેનાથી શુ વળશે આજના સમય માં તો વિદ્યા જે હેતુ થી પ્રાપ્ત કરવામાં આવે છે ( ડીગ્રી મેળવી સારો રોજગાર મળે તે હેતુ થી) તે પણ ક્યાં મળે છે જોયું જ હશે સારા સારા એન્જીનીયર....

               કહેવાનો અર્થ એજ કે ન તો વિદ્યાર્થી ન તો કીર્તિ , નામ કે પૈસા પરંતુ ચારિત્ર્ય સારું હશે વ્યવહાર સારો હશે સ્વભાવ સારો હશે તો સુખી રહેશો તમે જો કોઈની સહાય કરી તમારા મન ને  સંતોષ અનુભવશો તો જ તમે ખરેખર માનવી છો.એ જ કારણે તમારા આત્મા ને શાંતિ મળશે તમારી આત્મા ને સંતોષ મળશે અને આત્મા ને સંતોષ મળશે તો અંદર રહેલા પરમાત્મા ને પણ ખુશ કરી શકશો.સાંભળ્યું જ હશે ને આત્મા નો ખોરાક જ સેવા-ભાવના , અને પ્રાર્થના છે . અને ચારિત્ર્ય સારું કરવા માટે જરૂર પડશે આધ્યાત્મિક જીવન ની જે સારા પુસ્તકો દ્વારા સારા વાતાવરણ સારા મિત્રો સારી સંગત દ્વારા પ્રાપ્ત થાય છે.
વાંચવા માટે તો આપણા ધર્મમાં અસંખ્ય જ્ઞાનીઓ એ અસંખ્ય પુસ્તકો ગીતા, વેદ - પુરાણ , ઉપનિષદો લખી રાખ્યા છે.જેમાંથી દુનિયા ના તમામ પ્રશ્ન ના ઉકેલો  રહ્યા છે.જો સારું વાંચશો તો સંગત કેવી રાખવી એ આપોઆપ સમજાશે.પુસ્તકો થકી મન આત્મા આપોઆપ જ ભક્તિમાર્ગ તરફ વળશે.મન પ્રફુલ્લિત થશે ભાગદોડ ભરી જિંદગી માં આજે દરેક પાસે તો એટલો સમય નથી હોતો કે સત્સંગ માં જઈ શકે હા માન્યું કે વેબસિરિઝ જોવા 7-8 કલાક હોય પણ પ્રભુભક્તિ માં તો અર્ધી કલાક મળે તો મળે તો પણ બને એટલો સમય કાઢી વાંચશો તો જ જીવન માં ફરક પડશે.જોવા માત્ર થી જેટલું યાદ રહે છે એટલું વાંચવાથી રહે છે કરી જુઓ જાતે જ સમજાઈ જશે.અને 
તમારું ચારિત્ર્ય ઘડાતા જ જીવન માં આવતી એક પછી એક દરેક મુશ્કેલીરૂપી દીવાલો ને ભેદી તમે માર્ગ કાઢી જીવન ને સુખમયી બનાવી શકશો.જસ્ટ ટ્રાય...✌️

                                        - ચિરાગ વણકર.

For More.....

Wednesday, 26 August 2020

સુરજ તો ક્યારેય ડૂબતો જ નથી આતો માત્ર અંધારું જ ભ્રમ પેદા કરે છે.


આપણે શરૂઆત થી સાંભળતા આવ્યા છીએ કે સૂરજ સવારે ઊગે છે અને સાંજે આથમી જાય છે પણ ખરેખર તો સૂરજ ક્યારેય ડૂબતો જ નથી,
હા પૃથ્વી ચોક્કસ ફરી જાય છે અને એના લીધે અંધારું થઈ જાય છે,
પણ સૂરજ ત્યાં જ છે,
આપણા અહીંયા જે અંધારું થાય છે તો બીજી બાજુ અજવાળું થાય છે,...
થાય છે ને!!!!
.
ભાષા હમેંશા ભૂલો પેદા કરે છે અને એટલે જ દરેક બુદ્ધ પુરુષ મૌન મે મોખરે માને છે,
.
નાના બાળક થી લઈને મોટા વૃદ્ધ સુધી સૂરજ ઊગે છે અને સૂરજ આથમે છે એ વાત મન માં ઘર કરી ગઈ છે,
હું અને તમે બધા...
પણ જ્યારે ખરેખર વિચાર્યું તો ખબર પડી કે સૂરજ ત્યાં જ છે બસ આપણે પીઠ ફેરવી લઈએ છીએ...
.
જીવનમાં પણ આવું જ છે...
જે સત્ય છે એ ક્યારેય ડૂબતું કે આથમતું નથી પણ બસ આપડે એનાથી દૂર થતાં જઈએ છીએ અને આપણે માની લઈએ છીએ કે સત્ય નથી..
ક્યારેક ક્યારેક એના ઉદાહરણ અને ચમત્કાર જોવા મળે એ અલગ વાત છે પણ તે છતાંય માણસ એના પર કઈ ધ્યાન આપતો નથી...
કારણ કે તે તેના જીવનમાં એ એટલો વ્યસ્ત હોય છે કે સૂરજ ઊગે કે આથમે એનાથી એને બવ વધારે કઈ ફેર પડતો નથી..
અને ક્યારેય પડશે પણ નહિ..
.
એક બવ મોટા ખોજીએ એમનું નામ મને યાદ નથી પણ એક બવ અદભૂત વાત કહી હતી કે પૃથ્વી પર જ્યારે પણ કોઈ સંકટ આવે છે એના ૧૫ દિવસ પહેલા સૂરજ માં બવ મોટો ફેરફાર થાય છે...
.
સૂરજ ભલે આપડા જીવનનો એક હિસ્સો છે જેના પર આપડે બવ ધ્યાન નથી આપતા પણ જેને પણ સત્ય મેળવ્યું છે એ સૂરજ ને બવ માને છે...
સમજજો થોડું અને ધીરે રહીને ખસી જજો...

 - ચિરાગ વણકર



Saturday, 7 March 2020

એ સ્ત્રી છે ઈચ્છા મુજબ જીવવા દો.....

સ્ત્રી......
એ જ્યારે મેનુ માંથી આઈટમ પસન્દ કરવામાં સમય લેતી હોય તો લેવા દો...એજ તો રાંધતી વખતે કેટલોય સમય લઈને નક્કી કરે છે ને શુ બનાવવાનું છે... કોણ કેટલું ખાશે.. કોના માટે કેટલું બનાવવું ...
એ જ્યારે બહાર જતી વખતે તૈયાર થવામાં સમય લેતી હોય છે તો લેવા દો . એજ તો તમારા ઈસ્ત્રીબંધ કપડાં ગોઠવવામાં સમય લે છે.એજ તો જાણે છે તમારા મોજા ને ક્યાં મુક્યા તમારા કરતા વધારે તો એજ જાણે છે ને..
તમારું બાળક સૌથી સરસ લાગે એ પાછળ એને તૈયાર કરવામાં એ પણ તો કેટલોય સમય કાઢે જ છે ને...
એ જ્યારે ટીવી માં સિરિયલ જોતી.હોય તો જોવા દો જાતે જ..તે બહાર થી ટીવી માં જણાશે પણ તેનું મગજ એજ ધ્યાન રાખતું હોય છે કે ક્યારે રસોઈ બનાવવામાં નો  સમય થશે જાતે જ  રસોઈ બનાવવાનો સમય થતા રસોડા તરફ ભાગશે...

એને જમવાનું પીરસવા માં મોડું કરે તો કરવા દો..એજ જાણે છે કે જમવાનું બનાવતી વખતે રોટલી બળી જતા એ રોટલી પોતાના માટે રાખી નવી રોટલી તમારા માટે બનાવવા માં મોડું થઈ રહ્યું છે.
ઘર માં આપણાથી ગંદુ થતા એનો ગુસ્સો સહન કરી લો કારણ કે એજ જાણે છે આખો દિવસ ઘર ચોખ્ખું રાખવા એ કેટલઈ સમયશક્તિ ખર્ચ કરે છે.

કામ પત્યા પછી એ શાંતિ થી બારી ની બહાર  જોવામાં મશગુલ હોય તો થવા દો.એણે એની જિંદગી ના હજારો કલાકો તમને આપ્યા છે.થોડીક પળો એને પોતાના માટે અનુભવવા દો.
એ જિંદગી માં ખૂબ મહત્વ ની ભૂમિકા ભજવે છે હંમેશા ભાગદોડ કરતી રહી છે.
જ્યાં જ્યાં જરૂર પડે જ્યારે જ્યારે જરૂર પડે. ત્યારે પોતાનો સમય આપતી રહી છે.એ જેટલી ભાગદોડ કરતી રહી છે.એનાથી વધુ ભાગદોડ એને ના કરાવો એ સ્ત્રી છે જેટલું તમે નથી કરી શકતા એનાથી અનેકગણું એ કરી ચુકી છે હવે એને વધુ કઈ ના કરાવો એ વિચારો તમે બહાર થી ઘરે આવો છો બધું ચોખ્ખું હોય છે જમવાનું તૈયાર હોય છે. સુવા માટે બેડ વ્યવસ્થિત હોય છે. એક દિવસ નહીં બે દિવસ નહીં હંમેશા રોજેરોજ... રોજિંદા જીવન ના હજારો વિચારો માં મશગુલ રહેતું મગજ માં એક દિવસ આ વિશે પણ વુચાર કરવા જેવો છે સાચે જ ...
અંતઃકરણ થી ગર્વ અનુભવશો.😄😇😇🙏🏻
એટલે જ તો....જુઓ ને સ્ત્રીઓ માટે કોઈ વ્રત નથી હોતું,તોય જિંદગી જીવી લે છે
કરે છે રાધા ની જેમ પ્રીત
મીરા ની જેમ વિષ પી લે છે.
તમામ respected સ્ત્રી ને હૃદયપૂર્વક આંતરરાષ્ટ્રીય મહિલા દિન ની હાર્દિક શુભકામનાઓ .

                                 -  ચિરાગ વણકર

Wednesday, 1 May 2019

નવયુવાનો દ્વારા મનાવવામાં આવતા જન્મદિવસ નો એક અનોખો કિસ્સો

(ચિરાગ વણકર)

મિત્રો ,આજના દિવસો માં જન્મદિવસ ના દિવસે નવયુવાનો માં અનોખો ટ્રેન્ડ જોવા મળે છે જેમાં જન્મદિવસ ના દિવસે શરીર પર ટેપપટ્ટી મારી બધા મિત્રો મળીને મરવામાં આવે છે . 

જેમાં એક અનોખી ઘટના સામે આવી છે .ફોટા માં દેખાઈ રહ્યો આ છોકરોજન્મદિવસ મનાવવા પોતાના મિત્રો સાથે બહાર તો ગયો પરંતુ આવ્યો મૃત્યુ ની હાલત માં... જન્મદિવસ ના દિવસ ને ખુશી થી ઉજવવાની જગ્યા એ આ લોકો એ આ યુવક ની સ્મશાન યાત્રા બનાવી દીધી.એના જ મિત્રો એ એને ટેપ દ્વારા કડકાઈ થઈ એના શરીર પર લપેટી એના ઉપર ઈંડા ફોડ્યા , એના પર પાણી નાખી કેક લગાવી એક થાંભલા સાથે બાંધી તેને એટલો મારવામાં આવ્યો કે તેને અંદર સુધી વાગવા છતાં ટેપપટ્ટી ના લીધે એ શ્વાસ પણ ના લઇ શક્યો અને કઈ બોલી પણ ન શક્યો.છેવટે જમીન પર પડી તે મૃત્યુ પામ્યો.ક્યારે પણ આવું કોઈ પણ મિત્રો સાથે ના કરશો અને આવા દ્રષ્યો ક્યાંક દેખાતા તેમને રોકવાનો પ્રયાસ કરો.

 

#સુરત #ઘટના #જન્મદિવસ #birthday #gujrati #news #surat #gujrat #ગુજરાતી
#ચિરાગવણકર 

Holi Festival Not For Animals..

Pets are a part of your family, understood. You choose to make them a part of your celebrations, understood. But many do not understand th...