સુરત: એનિમલ ફ્રેન્ડ સંસ્થા દ્વારા એસવીએનઆઈટી રોડ પર પેટાથલોન 2020 ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દરમિયાન એક પર્યાવરણની કાળજી બાબતે અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું હતું તેઓ દ્વારા બીજનો માટીનો બોલ બનાવવામાં આવ્યો છે.જેને ખાડો ખોદી જમીનમાં વાવીને ફક્ત 7 દિવસમાં વૃક્ષ ઉગે છે આ ઈવેન્ટ દરમિયાન આ બોલ નું વિતરણ લોકોને આપવામાં આવ્યું હતું. પેટાથલોન કાર્યક્રમમાં પાલતુ પશુ પક્ષી અને તેમના માલિકો સાથે આ અભિયાનમાં જોડાયા હતા. કાર્યક્રમમાં વિવિધ પ્રકારના કુતરાઓ જોવા મળ્યા હતા જેમાં લેબરા, બુલડોગ, જર્મન શેફર્ડ ,પગ વગેરે જાતિના કુતરા જોવા મળ્યા હતા.આ કાર્યક્રમમાં ફક્ત કુતરાઓ નહીં પણ ઘોડાઓ ,સસલાઓ, તેમ જ બિલાડીઓ ,પણ તેમના માલિકો સાથે જોવા મળી હતી અને એક સાથે મળીને આ કાર્યક્રમ એસવીએનઆઈટી રોડથી શરૂ કરીને કારગીલ ચોક સુધી ચાલી ને એક અનોખો સંદેશ શહેરીજનોને પાઠવ્યો હતો. એનિમલ ફ્રેન્ડ સંચાલક સુધીરભાઈ શાહે જણાવ્યું હતું કે તેઓ દર વર્ષે પેટાથલોન ઇવેન્ટનું આયોજન કરતા હોય છે અને દર વર્ષે અલગ અલગ વિષય ઉપર આ કાર્યક્રમ યોજાતો હોય છે જેથી શહેરીજનોમાં જાગૃતતા આવે અને તેઓ પર્યાવરણ તેમજ પ્રાણી ઉપર ખાસ કાળજી રાખે.
Subscribe to:
Post Comments (Atom)
Holi Festival Not For Animals..
Pets are a part of your family, understood. You choose to make them a part of your celebrations, understood. But many do not understand th...

-
સુરત: એનિમલ ફ્રેન્ડ સંસ્થા દ્વારા એસવીએનઆઈટી રોડ પર પેટાથલોન 2020 ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દરમિયાન એક પર્...
-
દેશમાં અત્યાર સુધી જેટલા પણ મોત કોરોનાથી થયા છે તેનાથી વધારે રેબીઝ એટલે કે હડકવા થી થયા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના જણાવ્યા પ્રમાણ...
-
Introduction The tombs in English, Dutch and Armenian cemeteries at Surat are reckoned among the most important historical monuments in the ...
No comments:
Post a Comment