દેશમાં અત્યાર સુધી જેટલા પણ મોત કોરોનાથી થયા છે તેનાથી વધારે રેબીઝ એટલે કે હડકવા થી થયા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના જણાવ્યા પ્રમાણે, કૂતરાના કરડવાથી થતો રોગ એટલે હડકવા જેનાથી છેલ્લા 5 વર્ષમાં 1 લાખ લોકોનાં મોત નીપજ્યાં છે. આ આંકડો ભારતનો છે. વિશ્વભરમાં હડકવાને લીધે જેટલા પણ મોત થયા છે તેમાંથી 35 ટકા મોત ભારતમાં થયાં છે.
■ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના જણાવ્યા પ્રમાણે, હડકવાનાં 95 ટકા કેસ એશિયા અને આફ્રિકામાં જોવા મળે છે.
■ મૃત્યુનાં આંકડા બતાવે છે કે લોકોને એ જણાવવાની જરૂર છે કે હડકવાથી કેવી રીતે બચવું અને હડકવા થાય ત્યારે કઈ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જોકે આપણા દેશ માં એનિમલ અવેરનેસ ની જરૂર છે.
[આજે વર્લ્ડ રેબિઝ ડે]
■ આજે વર્લ્ડ રેબીઝ ડે છે. તેને ફ્રેન્ચ વૈજ્ઞાનિક લુઈસ પાશ્ચરની ડેથ એનિવર્સરીના પ્રસંગે મનાવવામાં આવે છે. લુઈસે હડકવાની રસી શોધી હતી અને દર વર્ષે લોકોને હડકવા પ્રત્યે જાગૃત કરવા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.ચાલો તો જાણીએ કે રેબિઝ છે શું અને તે કઈ રીતે ફેલાય તથા તેને કઈ રીતે નિયંત્રણ માં લાવી શકાય? આપણે સૌ આ વિશે જાગૃત થઈએ અને શક્ય હોય એટલે લોકો સુધી આ માહિતી પહોંચાડી જાહેર જનતા ને પણ જાગૃત કરીએ.
★ હડકવા એટલે શું?
શરીર માં કઇ રીતે પ્રવેશે છે તથા ત્યારબાદ શુ કરે છે ?
હડકવા એક એવો જીવલેણ ચેપ છે કે જે મગજ અને જ્ઞાનતંતુઓને નિશાન બનાવે છે.આ રોગ સૌથી જૂના-પુરાણા રોગોમાંનો એક છે. અથર્વવેદમા પણ આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.આ રોગનો સૌપ્રથમ ઉલ્લેખ ઈસવીસન પૂર્વે ૧૯૩૦માં લખાયેલા મેસોપોટેમિયન પુસ્તક 'એષ્નુન્નાના કાયદા (Laws of Eshnunna)'માં જોવા મળે છેમનુષ્યો માટે,હડકવા હંમેશા ઘાતક હોય છે તેથી વધુ જોખમી સંપર્કોની સારવાર (પીઈપી) કારગત થતી નથી.હડકવા વાઈરસ કેન્દ્રસ્થ ચેતાતંત્રને ચેપ લગાડે છે,અંતે તે મગજને અસર પહોચાડે છે અને પરિણામે મૃત્યું થાય છે.હડકવા વાઈરસ પરીધીય ચેતાઓ મારફતે પ્રવાસ કરીને મગજ સુધી પહોચે છે.આ બિમારીના સેવનનો સમયગાળો છે.
દા.ત.હડકવાનો ડંખ લાગે/રોગના લક્ષણોની શરૂઆત વચ્ચેનો સમય,મનુષ્યને થોડાં દિવસો કે થોડાં મહિનાઓમાં ચેપના સંપર્કની ગંભીરતા પર આધાર રાખીને,વાઈરસ કેન્દ્રસ્થ ચેતાપ્રણાલી અને અન્ય પરિબળો સુધી પહોંચવા માટે મુસાફરી કરશે
★ કેવી રીતે ફેલાય છે હડકવા :
આ રોગ મોટે ભાગે ગરમ લોહી ધરાવતા એવા ભૂચર અને ખેચર સસ્તન પ્રાણીઓમાં જોવા મળે છે, આ રોગ પ્રાણીજન્ય છે. દા.ત. કુતરા, વરુ, શિયાળ, બિલાડી, જંગલી બિલાડા, સિંહ, ગાય, ભેેંસ,વાંદરા, માંકડા, ચામાચિડીયા,માણસ વગેરે જેમાં મૃતાંકના ૯૭% તો ફક્ત હડકાયા કુતરા કરડવાને પરિણામે જ હોય છે
હડકવા વાઈરસ એ લેસ્સાવાઈરસ જુથનો એક સમૂહ કહેવાય છે,જે સસ્તન કરી શકે અને અનુસરે છે.હડકાયા પ્રાણીની લાળમાં વાઈરસ હાજર હોય છે.
હડકવા એક ચેપી રોગ છે, જે રોગ પેદા કરનાર અતિસુક્ષ્મ જંતુને લીધે થાય છે. તે ચેપ લાગેલા પ્રાણીઓની લાળમાંથી ફેલાય છે અને સાધારણ રીતે એક પ્રાણીના ડંખ અથવા ઉઝરડાને લીધે માણસ દ્વારા ફેલાય છે. ભાગ્યે જ માણસોને હડકવા થઈ શકે છે, જ્યારે તેમના કફની અંતરછાલ (ભેજવાળી ચામડીની સપાટી જેવી કે પેઢા અથવા આંખોના અંદરના પોપચા) અથવા તુટેલી ચામડીનો ભાગ (કાપ અથવા ઉઝરડા) ચેપ લાગેલ પ્રાણી પાસેથી લાળને અડે છે.
હડકાયા બનેલા ૯૯% દરદી મૃત્યુ પામે છે. પરંતુ હડકવા થયા પહેલા એટલે કે હડકાયું જાનવર કરડ્યા પછી યોગ્ય સમયમાં અથવા પહેલેથી હડકવાની રસી લીધી હોય તો હડકવાના વિષાણુ મગજ સુધી પહોંચી શક્તા નથી અને પીડિત ઉગરી જાય છે.
★ હડકવાને ફેલાવવાથી કેવી રીતે રોકી શકાય ?
સંક્રમણને રોકવા માટે તમારા પાલતુ પ્રાણીઓને હડકવાની રસી અપાવો. તેને અન્ય નુકસાન પહોંચાડતા પ્રાણીઓથી દૂર રાખો. ઘણા રિસર્ચ રિપોર્ટમાં એ સામે આવ્યું છે કે, ચામાચીડિયા બીજા પ્રાણીઓ સુધી તેનો વાઈરસ ફેલાવે છે, તેથી તમારા પાલતુ પ્રાણીઓને પણ ચામાચીડિયાની પહોંચથી દૂર રાખો.
સામાન્યત: , કૂતરું કરડ્યા બાદ તેની આસપાસ તેનો માલિક હોય તો તેને પૂછો કે શું કૂતરાને રસી આપવામાં આવી છે કે નહીં.એક સૌથી મહત્વનો રસ્તો માનવીને હડકવાથી રોકવા એ છે કે ઘરમાં પાળેલા પ્રાણીને દર વર્ષે રસ્સીકરણ કરાવવુ. વધુમાં જો તમે એક પશુપ્રેમી જાગૃત નાગરિક હોવ તો રસ્તે ફરતા પ્રાણીઓ વિશે તમારા સ્થાનિક આરોગ્ય સત્તાવાળાઓ અથવા પ્રાણી નિયંત્રણ અધિકારીને હડકવા અંગે જાણ કરી જણાવો.
હડકવા ને રસી ઇંજેકશન આપીને રોકી શકાય, જેવા કે Rab Avert. માણસોમાં આ રસી એવા લોકોને આપવામાં આવે છે, જેઓની નોકરી અથવા જીવનશૈલી જે હડકવા માટેનુ જોખમ બની શકે, જેવી કે પશુ ચિકિત્સક, પ્રાણીઓનો સંભાળનારા, ગુફા સંશોધકો અને કેટલાક પ્રયોગશાળાના કામગારો મળીને. તમે ઉચ્ચ જોખમવાળા વિસ્તારોમાં જેવા કે એસિયા, ભારતિય ઉપખંડ અથવા આફ્રિકા જેવા હડકવા લાગે તેવા વિસ્તારોમાં જતા પહેલા તમારા કુંટુંબના ડોકટરને રસીકરણ મેળવવા વિષે મળવુ જોઇએ.
★ હડકવા ની રસી ની પ્રક્રિયા કઈ રીતે હોય છે?
- પ્રથમ માત્રા કોઈ પણ દિવસે આપવામાં આવે છે (દિવસના શૂન્ય ગણીને)
- બીજો ડોઝ સાત દિવસ પછી આપવો જોઈએ
- પ્રથમ ડોઝ પછી ૨૧ થી ૨૮ દિવસ બાદ ત્રીજો ડોઝ આપવો જોઈએ.
- દર બે વર્ષે રસીના બુસ્ટર ડોઝ આપવાની ભલામણ કરે અથવા આ સમયગાળા દરમ્યાન એવી વ્યક્તિઓમાં સુરક્ષાત્મક એન્ટી બોડીનું સ્તર જાળવતાં હોય એવી વ્યક્તિઓ કે જેઓ હડકવાનું જોખમ કે ચેપી રોગોના સલાહકાર તરીકે નિષ્ણાંત હોય તેની સલાહ પર આધાર રાખે છે.
★ હડકવા ના લક્ષણો શુ હોય ?
હડકવા તે મજ્જાતંતુની રચનામાં એક રોગ પેદા કરનાર અતિસુક્ષ્મ જંતુથી લાગતો ખુબ જ ગંભીર ચેપ છે. હડકવા સામાન્ય રીતે એક પ્રાણીના કરડવાથી ફેલાય છે અને માણસો જેમને હડકવાનો ચેપ લાગે છે, ઘણીવાર તેઓને હડકવા લાગવાના લક્ષણો ચાલુ થાય તે પહેલા ૧ થી ૨ મહિના પહેલા કોઇ પ્રાણીએ કરડવાનો છે. હડકવા એક prodromal સમય (પૂર્વસુચક રોગની શરૂઆત થવા માટે સુચવતા લક્ષણો) છે, જે સામાન્ય રીતે ૧ થી ૪ દિવસ ચાલે છે. આ સમયગાળા દરમ્યાન prodromalના લક્ષણોનો સમાવેશ કરે છે : તાવ, માથાનો દુખાવો, બેચેની - સામાન્ય બીમારીની લાગણી, સ્નાયુઓમાં દુખાવો, ભુખ મરી જવી, ઉબકા, ઉલ્ટી, આળુ થયેલુ ગળુ, ઉધરસ અને થાક. પ્રાણીના ડંખના વિસ્તારમાં ગુદીગુદી અથવા ખંજોરની સંવેદના હોઇ શકે છે. આ એક હડકવાના ચેપના આ તબક્કે હડકવાના ચોક્કસ લક્ષણો છે. આ prodromal ના સમય પછી, બીજો તબક્કો લક્ષણોની સાથે શરૂ થાય છે, જે મગજના સોજા જેવુ દેખાય છે (મગજની બળતરા) ત્યાં ૧૦૫ ડીગ્રી ઉંચો તાવ હશે, કોઇ પણ નીચે બતાવેલ ચિન્હોની સાથે - ચીડચીડીયાપણુ, અતિશય હલનચલન અથવા આંદોલન, મૂંઝવણ, આભાસ, આક્રમક વૃતિ, ઉટપટાંગ અથવા અસામાન્ય વિચારો, સ્નાયુઓમાં આકડી, અસામાન્ય મુદ્રાઓ, આચકીનો હુમલો, આંકડી, નબળાઈ અથવા પક્ષઘાત (વ્યક્તિ શરીરનો કોઇ ભાગ હલાવી ન શકે), તેજસ્વી પ્રકાશ સામે સંવેદિતા, અવાજ અથવા સ્પર્શ, લાળ અથવા આંસુઓનુ વધારે ઉત્પાદન, ઉપરાંતમાં બોલવામાં તકલીફ vocal cordને પક્ષઘાતને લીધે.
હડકવાના છેલ્લા તબક્કામાં લક્ષણો પેદા કરે છે, જે ચેપનો વિનાશ કરવામાં મહત્વની મજ્જાતંતુની રચનાના ઘણા વિસ્તારોના પ્રતિબિંબ બતાવે છે. ત્યા કદાચ બમણી દૃષ્ટી હશે,ચેહરાના સ્નાયુઓના હલનચલનની સમસ્યાઓ, પડદાનુ અસામાન્ય હલનચલન અને સ્નાયુઓ જે શ્વાસને નિયંત્રિત કરે છે, અને ગળવામાં મુશ્કેલી. તે ગળવામાં તકલીફ થાય છે - લાળના વધારે ઉત્પાદનની સાથે જોડાઈને, જે "મોઢામાં ફીણ આવવા" જે સામાન્ય રીતે હડકવાના ચેપને સબંધિત હોય છે. છેવટે એક વ્યક્તિ હડકવાના ચેપની સાથે બેભાન અવસ્થામાં જાય છે અને તેનો શ્વાસ બંધ પડી જાય છે. જીવનના આધારની માત્રા વીના, મૃત્યુ સામાન્ય રીતે ૪ થી ૨૦ દિવસમાં હડકવાના લક્ષણો પછી શરૂ થાય છે.
પ્રથમ ચેપ કે ફ્લુ જેવાં લક્ષણો સામાન્ય રીતે ૨ થી ૧૨ સપ્તાહો વચ્ચેના સમય દરમ્યાન હોય છે શરૂઆતમાં આ લક્ષણો સામાન્ય રીતે એક અથવા તેથી વધુનો સમાવેશ પામે છે તે નીચે પ્રમાણે છે :
- ચિંતા
- ઊંઘ ન આવવી
- મુંઝવણો થવી
- આક્રમકતા આવવી
- તાવ આવવો
- માથાનો દુઃખાવો
- ઉલટી અને ઉબકાં થવાં
ત્યારબાદ તરત જ આનું અનુસરણ થશે.
- પીવાના પાણીની અક્ષમતા/હવાના પ્રવાહોનો ભય (એરોફોબિયા)
- પ્રકાશનો ભાવ (ફોટોફોબિયા)
- અસામાન્ય વર્તન
- ચિત્તભ્રમની આભાસીઓમાં પ્રગતિ થવી
- કેટલીક વાર,હિંસક વર્તન
- નાજુક અથવા આંશિક પક્ષાઘાત
- હદયની મુખ્ય શ્વાસનળીઓ ખરાબ થવાથી અને મૃત્યું થવું
હડકવાના લક્ષણો શરૂ થયા પછી, જીવિત રહેવાની તક ઓછી હોય છે. જીવન આધાર સિવાય મૃત્યુ ૪ થી ૨૦ દિવસની અંદર આવી શકે છે.
★ જ્યારે કૂતરું કરડે ત્યારે શું કરવું?
● કૂતરું કરડ્યા બાદ તેની આસપાસ તેનો માલિક હોય તો તેને પૂછો કે શું કૂતરાને રસી આપવામાં આવી છે કે નહીં.
● ઘાને સાબુ અને પાણીથી સાફ કરો.
● ઘા પર ટાંકા ન લેવા અને તેના પર એન્ટિ-માઇક્રોબિયલ લોશન લગાડો નહીં.
● એન્ટિ-રેબીઝ સીરમ ત્યારે લેવી જ્યારે કરોડરજ્જુ અથવા ગળા પર કૂતરું કરડ્યું હોય.
● જો તમારા બાળક ને કૂતરું કરડે તો વેક્સીન લેવામાં વધારે મોડુ કરશો નહીં. કૂતરું કરડ્યા બાદ તરત જ નજીક ના હોસ્પિટલમાં સારવાર માટે પહોંચો.જો તમારા કોઇ પ્રાણીએ ડંખ માર્યો હોય તો ડોકટર આ જખમને ડોકટર સંપૂર્ણ રીતે સાફ કરશે અને તપાસ કરશે કે તેને ધનુર્વાનુ રસ્સીકરણ તાજેતરની તારીખમાં કર્યુ છે કે નહી. તમારા બાળકને ધનુર્વાના બુસ્ટરની જરૂર પડશે. તમારા બાળકને ડોકટર એવી સારવાર આપવાનુ નક્કી કરશે જે હડકવા રોકી શકે. આ નિર્ણય સામાન્ય રીતે (ઉશ્કેરવામાં અથવા નહી ઉશ્કેરવામાં) ડંખ, પ્રાણીનો પ્રકાર (જાતો, જંગલી અથવા ઘરગુથુ), પ્રાણીનો આરોગ્યનો ઇતિહાસ (રસ્સીકરણ અથવા નહી) અને સ્થાનિક આરોગ્યના સત્તાવાળાઓની ભલામણના સંજોગો ઉપર આધારિત છે. હડકવાને રોકવુ એ હવે લાંબા સમય માટે પેટમાં ઈંજેક્શન મારવા જેવુ રહ્યુ નથી. જો તમારા બાળકનો ડોકટર હડકવા વિરોધી રોગના ચેપથી મુક્ત થવા માટેની દવા શરૂ કરવાનુ નક્કી કરે તો માણસના સ્નાયુઓમાં diploid દ્વિગુણિત કોષોની રસ્સી અને માણસને હડકવાનો રોગના ચેપથી મુક્ત થવાના globulin ના ઇંજેકશનનો સમાવેશ હશે. હડકવાનો ભાગો માણસના immunoglobulin સામાન્ય રીતે બટકુ ભરેલા ભાગમાં ઈંજેક્ટ કરવામાં આવે છે. વ્યક્તિઓ જેમને પહેલાથી હડકવા લાગવાના ચેપના લક્ષણો અને ચિન્હો દેખાતા હોય તો તેમણે જલ્દીથી ઇસ્પિતાલમાં સારવાર લેવાની જરૂર છે. ત્યા કેટલાક પરીક્ષણો છે જે હડકવાના ચેપ માટે તપાસ કરશે. જો તેમને હડકવા થયો હશે તો તેમને જીવવા માટે વિશિષ્ટ સાધન જીવન આધારની મદદની જરૂર પડશે.
★ શુ ન કરવું ?
● ઘણા લોકો ઘાના ભાગમાં ગાયના છાણનો ઉપયોગ કરવાની ભલામણ કરે છે, આવું બિલકુલ ન કરો.
● ઘા થયા બાદ લોકો એક અઠવાડિયા સુધી નહાવાનું ટાળે છે, જો કે આ એક ગેરમાન્યતા છે
● ઘાના ભાગ પર હળદર, મીઠું અથવા ઘી ન લગાવો. સીધા ડોક્ટરનો સંપર્ક કરો.
ભારત માં હડકવા ન કેસો :
વિશ્વભરમાં સૌથી વધુ હડકવાના કેસ ભારત દેશમાં થાય છે અને તેનુ કારણ શેરી પરના મુક્ત કુતરાં છે.ભારત દેશમાં ૧૯૮૫ થી ૨૦૦૪ સુધીના સમયગાળામાં દરેક વર્ષે દોઢ કરોડ લોકોને જાનવરે (મોટાભાગે કુતરાએ) બચકું ભર્યુ હતું. તેમાથી દર વર્ષે ૨૫,૦૦૦ થી ૩૦,૦૦૦ લોકો મૃત્યુ પામ્યા હતા. આમાં મૃત્યુ પામનાર મોટાભાગના લોકો ગરીબી રેખા હેઠળ જીવનારા હતા.
ડબલ્યુ.એચ.ઓ.ના સહકારથી કરવામાં આવેલા વર્ષ ૨૦૦૪ ના સર્વે પ્રમાણે દર વર્ષે ભારત દેશમાં ૨૦,૫૬૫ લોકો હડકવાને કારણે મૃત્યુ પામે છે ૨૦૦૪ ની ગણતરી પ્રમાણે ભારત માં અઢી કરોડ કુતરાં વસતા હતાં જેમાં ૨૦% પાલતુ અને ૮૦% બિનપાલતુ નો સમાવેશ થાય છે.૯૧.૫% હડકવાના કેસ કુતરૂ કરડવાથી થાય છે, કરડનારા કુતરાઓ માં ૬૦% શેરીના અને ૪૦% પાલતું કુતરા હોય છે.ભારત દેશમાં દર બે સેકંડે કોઈકને જાનવર કરડે છે અને દર ૩૦ મીનીટે હડકવાથી કોઈ મરે છે.[આમ છતાં અન્ય દેશોની જેમ ભારત દેશમાં હડકવાને એટલો ગંભીરતાથી ન લેવાતો હોવાથી, આ રોગ સામે લડવા એવુ કોઈ સુગઠિત તંત્ર નથી અને હડકવાથી મરનારા માણસો અને જાનવરની અલગથી નોંધ ન લેવાતી હોવાના કારણોસર મનાય છે કે હડકવાથી મરનાર લોકોના આંકડા જણાવેલા આંકડા કરતાં પણ વધુ હશે.
રાષ્ટ્રીય સુત્રો દ્વારા હડકવા થી વાર્ષીક મૃતાંક ૩૦,૦૦૦ ઉપરનો જણાવાય છે. પરંતુ એક અહેવાલ પ્રમાણે વાસ્તવિક ચિત્ર કઈંક ઓર છે, કેમકે રાષ્ટ્રીય સુત્રો ૧૯૮૫ વખત થી આ એક સરખો જ આંકડો આપે છે. અડસટ્ટે ગણતરી એવી લગાવાય છે કે હડકવાથી વાર્ષીક મૃતાંક ૩,૦૦,૦૦૦ જેટલો હશે.
ગુજરાત માં હડકવાના કેસો :
૨૦૧૧ના વર્ષમાં ગુજરાત રાજ્યમાં પોણા ત્રણ લાખ લોકોને કુતરાં કરડ્યાં હતાં એવી માહિતી ગુજરાતનુ સ્વાસ્થ્ય સંરક્ષણ ખાતુ આપે છે. જાન્યુઆરી, ૨૦૧૨માં ગુજરાત સરકારે ગરીબી રેખા ઉપરના એવા એપીએલ કાર્ડધારકો માટે પણ હડકવાની રસી મફત કરી નાખી. આ પહેલા આ રસી ફક્ત બીપીએલ કાર્ડધારક એવા ગરીબી રેખા હેઠળના લોકો માટે જ મફત હતી જ્યારે એપીએલ કાર્ડધારક માટે આની કીંમત ૫૦૦ રૂપિયા પ્રતી ડોઝ હતી.ચિરોન બેહરિંગ નામની પેઢી અંકલેશ્વર સ્થિત પોતાના પ્લાન્ટ દ્વારા હડકવા વિરોધી રસીનું મોટા પાયે ઉત્પાદન કરે છે.
હડકવા પ્રત્યે લોક જાગૃતી અને વલણ અંગે અભ્યાસ કરવાના હેતુથી આણંદ ના કરમસદ માં આસપાસના નવ ગામોના ૨૨૫ કુટુંબોનો અભ્યાસ કરવામાં આવ્યો. તેના તારણો એવા નિકળ્યા કે ૧૦૦% લોકો હડકવાના રોગ વિષે અવગત હતાં. ૯૮.૬% લોકો માહિતગાર હતાં કે કુતરૂં કરડવાથી હડકવા થાય છે. ફક્ત ૩ વ્યક્તિ આ બાબતથી અજાણ હતી, જેમાં બે અભણ ખેડુત અને એક શિક્ષિત સ્નાતક એવો નોકરીયાત આ બાબતે અજાણ હતાં કે હડકવા શા કારણથી થાય છે. કોઇ પ્રાણી કરડી જાય તો તમે શુ કરશો એવા પ્રશ્નના જવાબમાં ૩૧.૧% લોકોએ જણાવ્યુ કે તેઓ ઘાને સાફ કરવો, પટ્ટી લગાવવા જેવી પ્રાથમિક સારવાર લેશે. ૩૬.૪% લોકો ડૉક્ટર પાસે જશે, જ્યારે ૧૩.૪% લોકો કઈં જ નહી કરે. બાકીના ૧૯.૨% લોકો કેટલીક અંધશ્રદ્ધા ભરી સારવાર કરશે જેમકે, ઘા પર લાલ મરચું ભરી દેવુ, હડકાઈ માતાના મંદિરે જવું, વગેરે.
■ કેટલાંક વિશિષ્ટ અને કરૂણ કિસ્સાઓ અહિં આપેલા છે.
- ૧૪ ઓક્ટોંબર ૨૦૧૧, અમરેલી ના બાબરા ગામ માં કરિયાણા રોડ પર એક દેવીપૂજક પરિવારના પાંચ સભ્યોને ગામની સીમમાં હડકાયું મરેલું શિયાળ મળ્યું હતું, જે તેઓ રાંધીને ખાઈ ગયા. બે દિવસ બાદ તેમને હડકવા ઊપડ્યો અને તેઓ ગામના લોકોને કરડવા તેમની પાછળ દોડ્યા અને ગામમાં ખૂબ આતંક મચાવ્યો હતો.
- ૩ જુલાઈ ૨૦૧૦, પાટણ ના ખાખલ ગામના ૩૫ વર્ષિય યુવાનને હડકવા ઉપડતાં તેમને ખાટલા સાથે દોરડા વડે બાંધીને ટ્રેક્ટરમાં નાખી દવાખાને લઈ જવામા આવ્યો પરંતુ આ શખ્સ ટ્રેક્ટરમાંથી ઠેકડો મારી નીચે પડી અને નાસભાગ મચાવતા તેના પરિવારજનો તેને દવાખાનાને બદલે બનાસકાંઠા ના છાપી નજીક આવેલા અજીયાણા ગામના હડકાઈ માતાના મંદિરે લઈ ગયા હતા
- ૪ નવેમ્બર ૨૦૧૧, મોટાઈસનપુર ખાતે એક ૭૦ વર્ષના વૃદ્ધને હડકવા ઉપડતા તેઓ પોતાના વાડાના ભેંસ અને પાડાને બચકાં ભરવા લાગ્યા હતા.
જો તમેં પશુપ્રેમી છો તો માહિતી ને ચોક્કસ પુરી વાંચશો અને જો તમે એક જાગૃત નાગરિક છો તો જરૂર થી આ માહિતી લોકો સુધી પહોંચાડી જાગૃત કરો.તથા તમારી આસપાસ ફરતા ક્યાંય પણ કોઈ પણ પશુ-પંખી ઇજાગ્રસ્ત જણાય તો જરૂર થી
એનિમલ ફ્રેન્ડ સુરત સંસ્થા નો સંપર્ક કરો અથવા હેલ્પલાઇન નમ્બર ૯૩૭૬૧૦૬૧૦૬ ઉપર જાણ કરો જેથી સંસ્થા ના સ્વંયસેવક સ્થળે પહોંચી જરૂરી ઉપચાર આપી પશુપંખી ની મદદ કરી શકશે.
- ચિરાગ વણકર.
સંદર્ભ - વિકિપીડિયા , દિવ્યભાસ્કર , સંદેશ , ગુગલ
No comments:
Post a Comment