કારણ કે ફટાકડા વગર ની દિવાળી મનાવવા કેટલા ને સમજવા જઈશુ પણ એના કરતાં મારો અંગત અભિપ્રાય એટલો જ દિવાળી ઉજવો મજા માણો બસ એટલું ધ્યાન રાખવુ જોઈએ અને સૌ એ તમારી મજા કોઈ અબોલ માટે સજા ન થાય તહેવાર આપણો છે મજા આપણે કરીએ તો કેમ બીજા ને નુકસાન પહોંચાડીએ. જેમાં તમારા આસપાસ ના કૂતરાઓ ને તમે મોટેભાગે ઓળખાતા જ હશો તો દરેક કુતરાઓ ને તમે સૌપ્રથમ એવી સુરક્ષિત જગ્યા ઉપર રાખો જ્યાં ફાટકડા નો અવાજ ઓછો આવતો હોય તથા ધુમાડા નું પ્રમાણ ઓછું હોય. પાલતુ કુતરા ને દિવાળી દરમિયાન ઘર માં બારી બારણાં બંધ કરી રાખો. તેથી ખાસ ધ્યાન રાખો ફટાકડા ફોડતી વખતે આસપાસ માં કોઈ પ્રાણી ન હોય જો હોય તો એને દૂર કરો તથા એવી જગ્યા એ ફટાકડા ફોડો જ્યાં આસપાસ માં કોઈ અબોલ જાનવર ન દેખાય જો હોય તો એના કાન ઢાકો મજા કરવા એટલું તો તમે કરી જ શકો છો મિત્રો ફટાકડા ના અવાજ થી 90% કુતરાઓ થરથરે છે.કારણ તે ફટાકડા નો અવાજ 100 ડેસીબલ થી પણ વધારે હોય છે.સામાન્ય માણસ ને જેટલો અવાજ સંભળાય છે તેના કરતાં 3 ગણો અવાજ તેમને સંભળાય છે જેના પરથી તમે અંદાજી શકો છો તેમના કાન ઉપર કેટલી મોટી અસર પડતી .રસ્તા ઉપર ફટાકડા ફોડતી વખતે ખાસ ધ્યાન રાખો ફૂટેલા ફટાકડા ઉપર કોઈ જાનવર ચાલી ન જાય. પાછલા વર્ષે એવા ઘણા જાનવરો ફૂટેલા ફટાકડા ઉપર ચાલતા દાઝવાના કિસ્સા બન્યા હતા તેથી તહેવાર ની ઉજવણી હર્ષોલ્લાસ થી કરતા કોઈક ના માટે સજા ન બની ભરપૂર મજા માણો. સૌ થી સારો રસ્તો એક કહું તો ખુલ્લી જગ્યા એ મેદાન જેવા વિસ્તાર માં ફટાકડા ફોડી આનંદ માણો જેમાં આસપાસ માં કોઈ વૃક્ષ પણ ન હોય જેથી પંખીઓ ને પણ નુકસાન નહીં પહોંચે અને એવા માં કોઈ જાનવર પણ ન આવે.જેથી તમારી પણ મજા ન બનશે કોઈ માટે સજા બાકી અપને પ્રદુષણ વિશે વિચારવા જઈશુ તો એ કઈ નહીં આપણે એના માટે આખા વર્ષ માં પ્રદૂષણ મુક્તિ માટે ના પેંતરા અપનાવી લઈશું.બસ વૃક્ષો વાવતા રહેજો દૂર દૂર સુધી પ્રદુષણ નું નામો નિશાન મટી જશે પણ આ વાંચવા પૂરતું નહિ હો કરવું પડશે ચાલો તૈયાર થઈ જાઓ ...ફરી એક વખત આપ સૌ ને દિવાળી ની હાર્દિક શુભકામનાઓ 🙏🏻🥰
- ચિરાગ વણકર