Monday, 24 February 2020

"नमस्ते Trump" નો અનેરો અનુભવ ....

સુરત સમાચાર :
માનવું પડે ભાઈ, સવારે નવ વાગ્યે થી લઈને 4 વાગ્યા સુધી સ્ટેડિયમ માં ૧ લાખ ૩૦ હજાર જેવા લોકો જબરજસ્ત બેસી રહ્યા હતા.
😂😂પાણી પીવા માટે ન હતું સ્ટેડિયમ ની બહાર પીવા જાય તો અંદર સીટ અટવાઈ જાય તેમ હોવાથી અને સ્ટેડિયમ માં બોટલ પણ allow ન હતી તો પણ ભરબપોરે તડકા માં મોટા મોટા ઉદ્યોગકારો ,અધિકારીઓ સહિત ઘણા બધા ભારતીયો વિદેશીઓ જોશે હોંશે બે મહારથી ની રાહ જોતા હતા.સાથે કિંજલ દવે,કીર્તિદાન ભાઈ,પાર્થિવ ગોહિલ કૈલાશ ખેર,ગીતાબેન જેવા મહાન કલાકારો એ સંગીત માં મંત્રમુગ્ધ તો કરી દીધા
સાથે જ સાંઈરામ દવે જેવા મહાન કલાકારે લોકો નું તડકા માંથી ધ્યાન તો હટાવી જ દીધેલું છતા સહનશક્તિ પુરી થતા હવા માટે સ્ટેડિયમ માં આમંત્રિત દર્શકો માટે એક જ રસ્તો હતો .
જે પેલું અંદર જવા આપેલું જાડું પાસ.ધન્યવાદ આપવો પડે એ ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિવાદન સમિતિ ને સારા પાસ માટે  આ પાસ કદાચ એટલે જ સરસ રીતે જાડા પેપર નું બનાવેલું હશે વિચારીને કે  બહાર બપોર નો પ્રોગ્રામ છે અંદર પાણી ની વ્યવસ્થા ન થઈ શકી તો  પંખાઓ ની તો ક્યાં થાત એટલે એજ વિચારી સમિતિ એ પાસ સારા આપ્યા જેથી જોવા જેવો.માહોલ હતો આખું સ્ટેડિયમ પાસ હાથ માં લઇ તેનું હાથપંખા માં રૂપાંતર કરી મસ્ત હવા ખાતા હતા.😁શુ સમજો ગુજરાતી છે
એ પછી NRI પણ કેમ ના હોય જુગાડ તો હોય જ...બીજું  તો કાર્યક્રમ સરસ રહ્યો એક NRI ને પૂછતાં ખબર પડી કે તે ડોનાલ્ડ ટ્રમ્પ ને છેલ્લા 30 વર્ષ થી ફોલલૉ કરે છે કદાચ આ પહેલો એમનો ખુલ્લા મેદાન માં ભરપબ્લિક  વચ્ચેનો પ્રોગ્રામ હતો.😂તે કે'તા હતા અમારા ત્યાંના NRI આવી રીતે ખુલ્લા માં હોય તો 10 પણ ના આવે હું પોતે જ નાં પાડું તો ...મેં કીધું સાહેબ આ ગુજરાત છે બધું ચાલે..તો કહે અરે ભાઈ એઉ નઈ આ ભારત છે સરદાર વલ્લભભાઈ પટેલ નો દેશ સહનશક્તિ જેટલી તમારા માં એટલી કોઈ નહી કરે.તયારે જ ભાઈ એ તો રુવાંટા ઉભા કરી દીધા
😂બાકી તો શું ભાઈ 10 કરોડ ની ગાડી માં Ac માં આવ્યા Ac માં ગયા અંગ્રેજી માં 10 મિનિટ કઈ બોલ્યા એ પણ છાંયડા માં ઉભા રહીને એ બોલ્યા એતો ખબર નઈ પેલું સામે સ્ક્રીન પર  ભાષાંતર વાંચીને દેશવાસીઓ ઉત્સાહ માં આવતા હતા પણ ભાષણ મોદી આપે કે ટ્રમ્પ સામેથી અવાજ તો એક જ આવતો હતો અને એ ...ફક્ત ને ફક્ત...મોદી ...મોદી...મોદી.આ કાર્યક્રમ કોનો હતો એતો સિક્રેટ જ રહ્યું આખરે ભાજપ ના કાર્યકર્તાઓ એ સમગ્ર હાજરી આપી  પરંતુ કેમેરા સામે કોઈ આવ્યું નહીં ખબર નઈ કેમેરાવાળા ભાઈ સાથે થયું હશે એમનો પર્સનલ મેટર પણ તો પણ મુખ્યમંત્રી,રાજ્યપાલ,પ્રમુખ,મેયર જેવા મોટા નેતાઓ પણ હાજર હતા પણ આગળ આવ્યા નહીં કે ન દર્શકો ના  ધ્યાને આવ્યા.
ધ્યાન રાખવા જેઉ બીજું હતું કે મોદી ના ભાષણ માં પણ ભારત દેશ ની જ વાહ વાહ જોવા મળી અને ટ્રમ્પભાઈ ના ભાષણ માં પણ ભારત દેશ ની  જ વાહ વાહ જોવા મળી એટલે જ તો સમગ્ર ભારત દેશ આજે કહે છે.મોદી હે તો મૂમકીન હે.😇 જોઈએ હવે બોલીને તો ઘણું બધું ગયા છે નવો વિચાર એમનો શુ છે બાકી તો ભરોસો નઈ  મોદી છે રાતોરાત બદલાય જાય.ચાલો બસ હવે રાહ જોવાની એ કે વિશ્વ ને સૌથી મોટું બીજું શું આપશે મોદી...ત્યાર સુધી રાહ જોઈએ મેચ ક્યારે છે ભાઈ મોટેરા માં ઉદ્ઘાટન તો  મુખ્ય અતિથિ એ કરી દીધું હવે જલ્દી બોલાવો તો જઈએ હવે..સરદાર પટેલ ના સ્ટેડિયમ માં😇 (અનુભવ)

                                              - ચિરાગ વણકર
આવા જ સમાચારો માટે આજે જ લાઈક કરો ફેસબુક પેજ  ⬇️
https://www.facebook.com/suratcitynewspepar/

1 comment:

Holi Festival Not For Animals..

Pets are a part of your family, understood. You choose to make them a part of your celebrations, understood. But many do not understand th...