Monday, 21 December 2020

શુ નવો વાયરસ આવ્યો ? કોરોના વાયરસ અપડેટ થયો ? વાંચો વિસ્તૃત જાણકારી....


કોરોના વાઈરસે તેનું સ્વરૂપ બદલી લીધુ છે. હવે નવા વેરિએન્ટ VUI-202012/01 (ડિસેમ્બર 2020માં માલુમ પડેલા પહેલા વેરિએન્ટ) અગાઉ કરતા વધારે ખતરનાક છે. અલબત એ માલુમ નથી કે તેને લીધે કેસ બગડી શકે છે કે મૃત્યુ થઈ શકે છે, પણ હવે એ બાબત સામે આવી ચુકી છે કે તે નવો સ્ટ્રેન વધારે ઈન્ફેક્શિયસ છે. અગાઉની તુલનામાં ટ્રાન્સમિશન રેટ 70 ટકા વધારે છે.

બહાર ના દેશો માં ક્રિસ્મસ ને ધ્યાન માં રાખી લાગ્યું લોકડાઉન

બ્રિટન સહિત યુરોપના મોટાભાગના દેશોમાં તેને લીધે ક્રિસમસ અગાઉ કડક લોકડાઉન લાગુ કરવામાં આવ્યુ છે. ભારતે પણ બ્રિટન જતી-આવતી તમામ ફ્લાઈટ પર પ્રતિબંધ મુકી દીધો છે. હવે પ્રશ્ન એ છે કે શું આ નવા સ્ટ્રેનને વેક્સિન અટકાવી શકશે? આ અંગે અમે તમને માહિતી આપવા જઈ રહ્યા છીએ.

મ્યુટેશન શુ હોય છે? શુ વાઈરસમાં મ્યુટેશન નોર્મલ છે?

મ્યુટેશનનો અર્થ થાય છે કે કોઈ જીવના જેનેટીક મટેરિયલમાં ફેરફાર થવો. જ્યારે કોઈ વાઈરસ પોતાની લાખો કોપી બનાવી લે છે અને એક માનવીથી અન્ય માનવી સુધી અથવા જાનવરથી માનવીમાં જાય છે તો દરેક કોપી અલગ-અલગ હોય છે. કોપીમાં આ અંતર વધતુ જાય છે. કેટલાક સમય બાદ ઓચિંતા જ નવા સ્ટ્રેન સામે આવે છે.

તે ખૂબ જ સામાન્ય પ્રક્રિયા છે. વાઈરસ તેનું સ્વરૂપ બદલતો રહે છે. સીઝનલ ઈન્ફ્લુએંજા તો પ્રત્યેક વર્ષે એક નવા સ્વરૂપમાં સામે આવે છે. તેને લીધે કોવિડ-19ના નવા વેરિએન્ટને લઈ વૈજ્ઞાનિકોને ખૂબ જ આશ્ચર્ય નથી. વુહાન(ચીન)માં નોવલ કોરોના વાઈરસ સામે આવ્યો હતો. તેના એક વ્ષમાં દસ લાખથી વધારે લોકોના જીવ લીધા છે. આ વાઈરસમાં અનેક મ્યુટેશન પણ છે.

બ્રિટનમાં જે નવું સ્વરૂપ સામે આવ્યુ છે તેમા જોખમરૂપ શુ છે?

■ કોરોના વાઈરસના નવા સ્ટ્રેન સૌથી પહેલા UK ના ઉત્તર-પૂર્વમાં કેન્ટ કાઉન્ટીમાં સપ્ટેમ્બરમાં સામે આવ્યા હતા. પબ્લિક હેલ્થ ઈગ્લેન્ડની સુઝન હોપકિંસે કહ્યું કે એજન્સીએ નવા સ્ટ્રેનની ગંભીરતાનુ મોડલ બનાવી બ્રિટનની સરકારે 18 ડિસેમ્બરે તે અંગે સૂચન આપ્યુ છે. UK એ આ દિવસે પોતાના અભ્યાસના પરિણામ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ને સોંપી દીધા છે.

■ સરકારની ચિંતા વધવા પાછળનું કારણ એ છે કે નવા સ્ટ્રેન 70 ટકા વધારે ઈન્ફેક્શિયસ છે. એટલે કે ટ્રાન્સમિશનનું જોખમ વધી રહ્યુ છે. લંડનમાં 9 ડિસેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં સામે આવેલ 62 ટકા કેસ નવા સ્ટ્રેન છે, જે ત્રણ સપ્તાહ અગાઉ 28 ટકા હતા.

■ અમેરિકાનો અહેવાલ કહે છે કે ઓગસ્ટથી નવેમ્બર સુધી 15 હજાર મિક્સના કોરોના વાઈરસથી મૃત્યુ થયા. ડેનમાર્કે પણ કોરોના વાઈરસના વધતા કેસને જોતા 17 મિલિયન મિંક્સને ખતમ કરવાનો નિર્ણય કર્યો છે. એવો પણ ડર હતો કે કોરોનાવાઈરસના આ સ્ટ્રેન માનવીમાં ફેલાસે તો વેક્સિનનું ભવિષ્ય જોખમમાં આવી શકે છે.

■ ગાર્જિયનના એક અહેવાલ પ્રમાણે ડેનમાર્કના સ્ટેટ સીરમ ઈન્સ્ટિટ્યુટ (SSI)ના વેક્સિન એક્ટપર્ટ પ્રોફેસર કેયર મોલબેકે કહ્યું કે દેશમાં મિંક્સથી આવેલ કોરોના વાઈરસના સ્ટ્રેનને લીધે નવી લહેલ આવી શકે છે. એવું પણ બની શકે છે કે નવા સ્ટ્રેન જૂના કરતા અલગ હોય અને તેની ઉપર વેક્સિનની કોઈ અસર ન થાય.

હવે શું થશે? ક્યાં સુધીમાં ખ્યાલ આવશે નવા સ્ટ્રેન અને વેક્સિનના સંબંધ?

બ્રિટનમાં તેના પર કામ શરૂ થઈ ગયું છે. દેશભરમાં સર્વે કરીને તે જણાવવાનું કહેવામાં આવ્યું છે કે કેટલાં લોકોને નવા સ્ટ્રેનએ ઈન્ફેક્ટ કર્યા છે. હેલ્થ અધિકારીઓ દેશભરમાં પોઝિટિવ કેસના સેમ્પલ્સની રેન્ડમ સિક્વેન્સિંગ કરવાનું કહ્યું છે.બ્રિટનના અધિકારીઓનું કહેવું છે કે અમે WHOને એલર્ટ કરી દીધું છે. ઉપલબ્ધ ડેટાને એનાલાઈઝ કરી રહ્યાં છે કે જેથી નવા સ્ટ્રેનની અસરને લઈને અમારી સમજ વધી શકે. એન્ટીબોડી રિસ્પોન્સની સ્ટડી કરીશું. કોવિડ-19 વેક્સિનને ક્રોસ-રિએકશનને ટેસ્ટ કરીશું. જે બે સપ્તાહ સુધીનો સમય લાગી જશે.


■ WHOએ ગત સપ્તાહે કહ્યું હતું કે અત્યાર સુધીમાં નવા સ્ટ્રેનના કારણે વેક્સિનેશન પર કોઈ અસર નથી જોવા મળી. જો વધુ સ્ટડીમાં કોઈ અસર જોવા મળશે તો તેના પર વિચાર કરવામાં આવશે અને સભ્ય દેશોને તેના પ્રત્યે સાવચેત કરવામાં આવશે.

                                           - દિવ્યભાસ્કર એપ

No comments:

Post a Comment

Holi Festival Not For Animals..

Pets are a part of your family, understood. You choose to make them a part of your celebrations, understood. But many do not understand th...