Tuesday, 16 July 2019

સાચે જ ન વિચારેલું થયું , સ્તબ્ધ થઈ ગયો

તારીખ : 17 જુલાઈ 2019


આજે ઘણા વર્ષો બાદ ગુરુ પૂર્ણિમા નિમિત્તે મને શાળા ના માનનીય આચાર્ય શ્રી વિજય પટેલ ની યાદ આવી. જેથી  એકાએક વિચાર આવ્યો મારા ફોન માં તેમનો નંબર છે તેથી વિચાર્યું, લાવ આજે ફોન કરી જ  દઉં.લગભગ 4-5 વર્ષો વીતી ગયા હોવાથી એક પણ મુલાકાત થઈ નથી તેથી મને ક્યાંથી ઓળખશે. ભલે તે મને ભૂલી ગયા હશે પણ એક-એક પળ યાદ કરાવી હું કોણ અને તેમનો કયો વિદ્યાર્થી તે તેમને યાદ અપાવી જ દઈશ, ચાલ આજે જોઈ લઉ તેઓ મને ઓળખી લે છે કે નહીં.તેમ વિચારી તેમનો નંબર શોધી તેમને મેં ફોન કર્યો.


રિંગ વાગી......ધબકારા વધતા હતા.એક સેકન્ડ માટે કેટલાય પ્રશ્નો મૂંઝવી રહ્યા હતા.શુ બોલીશ?એ વ્યસ્ત હશે તો ખીજવશે તો નહીં ને ના..ના...આજે તો ગુરુ પૂર્ણિમા ઘણા વિદ્યાર્થી ના ફોન આવ્યા હશે મારો.પણ ઉચકી લેશે.આજે યાદ કર્યો એમ કહી બોલશે તો નહીં?મારો ફોન તો ઉચકશે ને?કોઈ કારણસર ઠપકો તો ના આપે ને?શુ એ હજી પણ આટલા જ  કડક હશે?(આખરે આખી શાળા ના આચાર્ય,અને તે સમય  ના સૌથી કડક અને ચુસ્ત નિયમો નું પાલન કરાવનાર શિક્ષક હતા.તેમના થી જેટલો ડર લાગતો એટલો કદાચ મારા પપ્પા થી પણ નહીં લાગતો)આટલા પ્રશ્નો મારા મન માં થોડીક જ સેકન્ડ માં ઉદ્દભવ્યા..

આખરે ફોન ઉચકાયો,

હલો....

સામેથી અવાજ આવ્યો ,હા બોલો

હું : સર હું ચિરાગ, હેપી ગુરુ પૂર્ણિમા સર

થેંક્યું બેટા. (સામેથી જવાબ મળ્યો..)
પરંતુ હું હજીય વિચારતો રહ્યો.કે મને ન ઓળખ્યો જેથી મેં મારી ઓળખાણ બતાવી કે સર હું ચિરાગ વણકર,તમારો વિદ્યાર્થી.

આટલું બોલતાની સાથે જ મને જે જવાબ મળ્યો એનાથી હું સાચે જ સ્તબ્ધ થાય ગયો.અને એ જવાબ હતો કે,બેટા હું ઓળખું જ છું,અવાજ થી જ..કઈ રીતે ભુલાય તમને? જેમને મેં 5-5 વરસ સુધી મારા હાથે ભણાવ્યા હોય એવા વિદ્યાર્થીઓ ને જો હું ભૂલી જાઉં તો કઈ રીતે શિક્ષક કહેવાઉં.


અરે પણ આટલા વર્ષો બાદ પણ ફક્ત અવાજ થી ઓળખી ગયા કઈ રીતે શક્ય કારણ કે,મારા પછી 4-5 વર્ષ માં તો એમના જીવન માં મારા જેવા કેટલાય વિદ્યાર્થીઓ આવ્યા હશે તો પછી કઈ  રીતે ઓળખવાના !સ્તબ્ધ થઈ ગયો હું ત્યાં જ કારણ દરરોજ શાળા માં મળતા રોજ ના હજારો વિદ્યાર્થીઓ વચ્ચે રહેવા છતાં ભૂતકાળ ના એક વિદ્યાર્થી ને માત્ર એના અવાજ થી જો ઓળખી શકતા હોય તો એ એક મહાન શિક્ષક છે. અને મને એમના આ શબ્દો થી જે લાગણીઓ ઉદ્દભવી મેં વિચાર્યું ન હતું કે મને કંઈ રીતે ઓળખવાના હૂ તો સામાન્ય વિદ્યાર્થી હતો કોઈ હોશિયાર પણ નહીં જેથી હું એમની નજર માં આવતો હોઉં ને મને ઓળખી જાય છતાં આજે જે રીતે ઓળખી ગયા વર્ષો બાદ પણ જેથી આજનો દિવસ અત્યંત યાદગાર બની ગયો જિંદગી માં ક્યારેય ન ભૂલી શકું .

ચરણો માં વંદન કરું છું આવા મારા સાચા અને પ્રતિભાશાળી મહાન શિક્ષક ને જેમના થકી મારા જીવન માં મને ઘણું શીખવા મળ્યું હું શિક્ષણ માં  હોશિયાર ન થઈ શક્યો તો કઈ નહીં પરંતુ આજે જીવન કાઈ રીતે જીવવું અને મુશ્કેલી નો સામનો કરવો કઈ રીતે એ જરૂર શીખ્યો છું. ચેહરા થી તો નહીં પરંતુ હૃદય થી મને સારા બનાવવા પાછળ પણ સંપૂર્ણ મારા આજ શિક્ષક ની મહેનત છે જે હું ક્યારેય ન ભૂલી શકું. પોતાના સુખ દુઃખ ની વાતો અને પોતાના જીવન માં વીતેલી સુખદુઃખ ની પળો ને અમારા સામે વ્યક્ત કરી સુખ ને કઈ  રીતે માણવું અને દુઃખ ના સમયે કઈ રીતે જીવન માં ટકી રહેવું તે શીખવાડ્યું જે આજે કામ આવે છે.


મને યાદ છે,જ્યારે જ્યારે પણ તેમનો  period આવતો ને ત્યારે ત્યારે અમને આનંદ થતો.આચાર્ય હોવા છતાં અમને એમના આવાથી ખુશી મળતી.કારણ કે તે હતા કડક ખૂબ જ પરંતુ ત્યારે જ જ્યારે કોઈ નિયમ ના પાળે કઈ ખોટું કરે ત્યારે એમતો એ ખૂબ જ પ્રેમાળ હતા.મને એમના અવાથી એટલે આનંદ થતો કારણ કે એ ભણાવવા આવતા કઈ  અને ભણાંવી જતા કઈ જ.અર્થાત કે એ અમારો ગુજરાતી વિષય ભણાવવા આવતા પરંતુ જીવન વિશે જ વધુ પડતું ભણાવી જતા કહેતા કે, અભ્યાસક્રમ બાકી રહી જાય તો ચાલશે પરંતુ મિત્રો તમને જો જીવન જીવતા ન આવડશે તો ભણેલું કઈ જ કામ ન આવશે ભલે તમારા હાથ માં મોટી ડિગ્રી નું સર્ટિફિકેટ કેમ ના હોય.બસ આજ કારણ હતું અમને આજ કારણે એ બહુ ગમતા તે સમયે તો ડર ઘણો લાગતો પરંતુ હિંમત કરીને હું એમના પાસે જઈ કઈ ને કઈ  બહાના કાઢી શીખતો રહેતો.

જ્યારે હું   શાળા માં અભ્યાસ કરતો તે વખતે શરૂઆત માં હું ખૂબ જ અનિયમિત હતો.જેમકે,હું લેશન નહીં કરતો,શાળા માં સમયસર ન પહોચતો,શાળા માં ન જતો,ગેરહાજર રહેતો તેમ હું ખૂબ જ અનિયમિત હતો.પરંતુ મને યાદ છે .મને ખુબ જ કડકાઈ થી પણ મારી ને પણ ઠપકો આપીને પણ અને સૌથી વધુ તો પ્રેમ થી સમજાવીને પણ આખરે મને માત્ર લગભગ 6-7 મહિના માં જ મારા આ શિક્ષકે મને સુધારી જ નાખ્યો હતો.આ મને એટલે યાદ છે કારણ કે જે દિવસે મને ઠપકો આપી ઘણું જ બોલ્યા હતા અને ત્યારે મારી મમ્મી પણ સાથે હતા એમની સામે ઘણું જ રડાયું હતું માંરાથી અને આખરે 6-7 મહિના માં જ વાલીમિટિંગ માં મારા મમ્મી સામે અને ઘણા વાલીઓ સામે મને એજ શિક્ષકે ઉભા કરી બધાને જણાવ્યું હતું કે, આ દીકરા ને જુઓ જે ઠોઠ હતો પરંતુ સલામ કરું છું આ દીકરા ને કે જે ઠોઠ હોવાથી તેને મેં એકવાર સુધારવાનો મોકો આપ્યો ને આજે એ સૌથી સારો સુધરી ગયો હોવાથી હું ઘણો ખુશ છું કે મોકો આપો તો ઘણા સુધરી શકે છે જો મન માં બેસાડવું પડે કે સુધરવું છે તો કોઈની તાકાત નથી કે તમને સુધરતા કોઈ રોકી શકે. આ વાક્યો મારા માટે તે સમયે તો ખૂબ જ સારા હતા કારણ કે મારી મમ્મી આ સાંભળી ખૂબ ખુશ થઈ હતી.અને સાચે જ ભગવાન નો ખુબ ખુબ આભાર કે મને મારા જીવન માં  આવા શિક્ષક મળ્યા નસીબદાર છું હું  અને ગર્વ થઈ કહીશ જ્યાં પણ સફળતા પ્રાપ્ત કરીશ ભવિષ્ય માં સૌપ્રથમ મારા આજ શિક્ષક ને યાદ કરીશ.કારણ કે એમના પહલા હું શૂન્ય હતો અને એમના કારણે જ ઉમંગ,જોશ,હિમ્મત,સહનશીલતા અને ઘણી બધી ઉર્જા આવી મારામાં કદાચ આવા શિક્ષકો જો બધી શાળા માં આવી જાય તો હું ચોક્કસ ખાતરી પૂર્વક કહી શકું કે ભવિષ્ય માં કોઈ પણ વિદ્યાર્થી મોટો થઈ ને એના જીવન માં ક્યારેય ખોટું પગલું ના ભરે અને એ પોતે બીજાને પણ સારું જીવન જીવવાની પ્રેરણા આપે.


Sir,
આભાર સર.મારા જીવન માં આવવા બદલ જિંદગી માં તમને ક્યારે ના ભૂલી શકું .લખવા માટે તો ઘણું બધું છે તમારા માટે વાક્યો ક્યારેય ન પુરા થઈ શકે જેટલું ભણ્યો તમારા થકી એનાથી વધુ તો લખી જ શકું એટલે સમજો તમારા માટે ક્યારે શબ્દો ઓછા ન પડશે મારા હા..હા.પરંતુ રોકવું તો પડશે કે નહીં તો તમે કહેશો આતો મારુ જ કહ્યું મને કહે છે.
Love u so much સર  nd forever I miss uhh ..એક વાત કહું ને સર આજે પણ ઈચ્છા થાય એજ કલાસ માં એજ બેન્ચ પર એજ મિત્રો સાથે બેસવું છે ક્યારે ક્યારે તો એવી ઈચ્છા થાય કે બધાનો કોન્ટેકટ કરી કરી ને જેટલા મિત્રો હતા કલાસ ના એ બધા ને ભેગા કરી એજ દિવસ પાછો લાવીએ એક દિવસ રાખીએ એવો વરસ માં એક દિવસ એવો રાખવો કે જે ભણતી વખતે એજ લાગણી એજ ડર એજ મસ્તી સાથે એજ રીસેસ એજ શિક્ષક એજ સમય સાથે આનંદ માણવો.પરંતુ  i think શક્ય નથી વિચાર કરીને જ નિરાશ થઈ જાઉં છું.સાહેબ શક્ય હશે તો કઈ કરજો આમ બધા એકત્રિત થઈ એ જ  પહેલી ખુશી ને જીવંત કરવું છે શુ.કરી શકાય એના માટે કઈ idea હશે તો કહેજો જરૂર. ધન્યવાદ 🙏🏻😇



- તમારો ચિરાગ વણકર
રોલ નંબર ; 34
૧૧ -અ
શ્રીમતી એલ.પી.ડી પટેલ વિદ્યાલય

No comments:

Post a Comment

Holi Festival Not For Animals..

Pets are a part of your family, understood. You choose to make them a part of your celebrations, understood. But many do not understand th...