Friday, 20 December 2019

ગુજરાત માં ત્રણ દિવસ માટે ઇન્ટરનેટ સેવા બંધ કરવાની સત્તા મળી એડીજીપી ને ,સુરત માં લાગુ મારી 144 ની કલમ

પાટીદાર અનામત આંદોલન બાદ હવે નાગરિકતા સંશોધન વિધેયકના વિરોધમા રાજ્યમાં ભારેલા અગ્રિજેવી સ્થિતિ છે ત્યારે રાજ્ય સરકાર ગમે ત્યારે ઇન્ટરનેટ સેવા બંધ કરવાનો નિર્ણય લઇ શકે છે. આ અંગેની સત્તા ગૃહ વિભાગે એડીશનલ ડીજીપીને આપી હોવાનું જાણવા મળે છે. અમદાવાદ અને વડોદરામાં હિંસક પ્રદર્શન બાદ સરકાર દ્વારા તકેદારીના ભાગ રૂપે રાજ્યમાં 3 દિવસ માટે ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી શકે છે. એટલે કે ગુજરાતમાં 3 દિવસ માટે ઇન્ટરનેટ સેવા ઠપ્પ થઇ શકે છે. રાજ્ય ગૃહ વિભાગ દ્વારા તકેદારીના ભાદ સ્વરૂપે આ નિર્ણય લેવામાં આવી શકે છે.

નોંધનિય છે કે, રાજ્યના ગુપ્તચર વિભાગ દ્વારા આપવામાં આવેલી સુચના બાદ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા અને અફવાહો ન ફેલાય તે માટે ગૃહ વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવી શકે છે. જો રાજ્યમાં CAAના વિરોધને લઇ કાયદો વ્યવસ્થા કથળશે તો આ નિર્ણય લેવામાં આવી શકે છે. અને જ્યાં પણ ઉપદ્રવીઓ દ્વારા હિંસક પ્રદર્શન કરવાની શક્યાતા છે ત્યાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં આવી રહ્યું છે. ADGP કક્ષાના અધિકારીને પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી આ અંગેનો નિર્ણય કરવાની ગૃહ વિભાગે સત્તા આપી છે.

ગુજરાતમાં હાલમાં મોટા ભાગની જગ્યાએ ભીડ દ્વારા હિંસક પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે જેના ભાગ રૂપે પોલીસ દ્વારા રાજ્યમાં જ્યાં લોકો પ્રદર્શન કરી રહ્યા છે ત્યાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. ત્યાં જ સુરત અને રાજકોટમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે  આ અંગે પોલીસ કમિશનર દ્વારા નોટિફિકેશન પણ જારી કરી દેવામાં આવ્યું છે.

Tuesday, 10 December 2019

દિલ્હી માં 43 નો ભોગ લેનાર બિલ્ડીંગ માં ફરીવાર આગ

દિલ્હી કોર્ટે ગઈકાલે 43 જણનો ભોગ લેનાર આગ જ્યાં ફાટી નિકળી હતી એ ઉત્તર દિલ્હીના ગીચ અનાજ મંડી વિસ્તારમાંની ગેરકાયદે ફેકટરી જ્યાં આવેલી છે એ ચાર માળની ઈમારતના માલિક અને મેનેજરને 14 દિવસના પોલીસ રીમાન્ડ આપ્યા છે.મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ મનોજકુમારે રેહાન અને ફુરકાન નામની આ વ્યક્તિઓને પોલીસે 14 દિવસ માટે કસ્ટડીમાં રાખીને પૂછપરછ જરૂરી હોવાનું જણાવતા 14 દિવસના રીમાન્ડ આપ્યા છે.

પોલીસે બે જણની અટકાયત કરી એમની સામે ભારતીય દંડસહિતાની કલમ 304 (દોષપાત્ર મનુષ્ય વધ) અને કલમ 285 (આગસંબંધ બેદરકાર વ્યવહાર) અંતર્ગત કેસ દાખલ કર્યો છે. કેસ પોલીસની ક્રાઈમ બ્રાન્ચને સોંપાયો છે. દિલ્હી સરકારે કરૂણાંતિકાની અદાલતી તપાસના આદેશ કરી સાત દિવસમાં એનો રિપોર્ટ સુપરત કરવા જણાવ્યું છે.

અનાજ મંડી વિસ્તારમાં લાગેલી આગની ઘટનાની તપાસમાં દિલ્હી પોલીસની ક્રાઇમ શાખાએ સોમવારે ઘટના કેવી રીતે બની તે જાણવા થ્રી ડી સ્કેન ટેકનોલોજીનો  ઉપયોગ કર્યો હતો. એ આગમાં 43 લોકોના દાઝી જવા અને ગુગણાંમણથી મોત થયા હતા.ફોરેન્સિક સાયન્સીસ લેબોરેટરીની એક ટીમે પણ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને અનેક ગેરકાયદે કારખાનાઓ ઘરાવતી ચાર માળની ઇમારતમાંથી કેટલાક નમુના ભેગા કર્યા હતા.ઇમારતમાં જ્વનશીલ કાર્ડબોર્ડના બોક્સ, પ્લાસ્ટીક શીટ અને રેકઝીન મળ્યા હતા.

દરમિયાન આજે ફરીથી એ જ ઇમારતમાં આગ લાગતાં ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી માત્ર 20 જમિનિટમાં આગને બુઝાવી દીધી હતી. આજે સવારે 7:50 લાગે તેમને ફોન મળ્યો હતો અને બે ફાયર ટેન્ડરો રવાના કરાયા હતા અને આગ બુજાવી દેવાઇ હતી.

Holi Festival Not For Animals..

Pets are a part of your family, understood. You choose to make them a part of your celebrations, understood. But many do not understand th...