પોલીસે બે જણની અટકાયત કરી એમની સામે ભારતીય દંડસહિતાની કલમ 304 (દોષપાત્ર મનુષ્ય વધ) અને કલમ 285 (આગસંબંધ બેદરકાર વ્યવહાર) અંતર્ગત કેસ દાખલ કર્યો છે. કેસ પોલીસની ક્રાઈમ બ્રાન્ચને સોંપાયો છે. દિલ્હી સરકારે કરૂણાંતિકાની અદાલતી તપાસના આદેશ કરી સાત દિવસમાં એનો રિપોર્ટ સુપરત કરવા જણાવ્યું છે.
અનાજ મંડી વિસ્તારમાં લાગેલી આગની ઘટનાની તપાસમાં દિલ્હી પોલીસની ક્રાઇમ શાખાએ સોમવારે ઘટના કેવી રીતે બની તે જાણવા થ્રી ડી સ્કેન ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો. એ આગમાં 43 લોકોના દાઝી જવા અને ગુગણાંમણથી મોત થયા હતા.ફોરેન્સિક સાયન્સીસ લેબોરેટરીની એક ટીમે પણ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને અનેક ગેરકાયદે કારખાનાઓ ઘરાવતી ચાર માળની ઇમારતમાંથી કેટલાક નમુના ભેગા કર્યા હતા.ઇમારતમાં જ્વનશીલ કાર્ડબોર્ડના બોક્સ, પ્લાસ્ટીક શીટ અને રેકઝીન મળ્યા હતા.
દરમિયાન આજે ફરીથી એ જ ઇમારતમાં આગ લાગતાં ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી માત્ર 20 જમિનિટમાં આગને બુઝાવી દીધી હતી. આજે સવારે 7:50 લાગે તેમને ફોન મળ્યો હતો અને બે ફાયર ટેન્ડરો રવાના કરાયા હતા અને આગ બુજાવી દેવાઇ હતી.
No comments:
Post a Comment