પાટીદાર અનામત આંદોલન બાદ હવે નાગરિકતા સંશોધન વિધેયકના વિરોધમા રાજ્યમાં ભારેલા અગ્રિજેવી સ્થિતિ છે ત્યારે રાજ્ય સરકાર ગમે ત્યારે ઇન્ટરનેટ સેવા બંધ કરવાનો નિર્ણય લઇ શકે છે. આ અંગેની સત્તા ગૃહ વિભાગે એડીશનલ ડીજીપીને આપી હોવાનું જાણવા મળે છે. અમદાવાદ અને વડોદરામાં હિંસક પ્રદર્શન બાદ સરકાર દ્વારા તકેદારીના ભાગ રૂપે રાજ્યમાં 3 દિવસ માટે ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી શકે છે. એટલે કે ગુજરાતમાં 3 દિવસ માટે ઇન્ટરનેટ સેવા ઠપ્પ થઇ શકે છે. રાજ્ય ગૃહ વિભાગ દ્વારા તકેદારીના ભાદ સ્વરૂપે આ નિર્ણય લેવામાં આવી શકે છે.
નોંધનિય છે કે, રાજ્યના ગુપ્તચર વિભાગ દ્વારા આપવામાં આવેલી સુચના બાદ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા અને અફવાહો ન ફેલાય તે માટે ગૃહ વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવી શકે છે. જો રાજ્યમાં CAAના વિરોધને લઇ કાયદો વ્યવસ્થા કથળશે તો આ નિર્ણય લેવામાં આવી શકે છે. અને જ્યાં પણ ઉપદ્રવીઓ દ્વારા હિંસક પ્રદર્શન કરવાની શક્યાતા છે ત્યાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં આવી રહ્યું છે. ADGP કક્ષાના અધિકારીને પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી આ અંગેનો નિર્ણય કરવાની ગૃહ વિભાગે સત્તા આપી છે.
ગુજરાતમાં હાલમાં મોટા ભાગની જગ્યાએ ભીડ દ્વારા હિંસક પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે જેના ભાગ રૂપે પોલીસ દ્વારા રાજ્યમાં જ્યાં લોકો પ્રદર્શન કરી રહ્યા છે ત્યાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. ત્યાં જ સુરત અને રાજકોટમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે આ અંગે પોલીસ કમિશનર દ્વારા નોટિફિકેશન પણ જારી કરી દેવામાં આવ્યું છે.
No comments:
Post a Comment