કર્મ કરતા જાવ ઈશ્વર તમને તમારી લાયકાત મુજબ ફળ આપતો જશે.બીજા શુ કરે છે તેને છોડી દો તમારા સાથે કોણ કેવો વ્યવહાર કરે તે છોડી દો ઉંચુ વિચારો પણ એકદમ થી ઉપર ચડવાની કોશિશે તેટલા જ જલ્દી નીચે આવવાની સરળતા મુજબ હશે તેથી જ લાયકાત મુજબ કર્મ કરો જેમ એક દસમુ ધીરણ ભણતા દીકરા ના પિતા ને ખબર હોય છે કે તેને હવે દસ ધોરણ પછી અગિયારમાં ધોરણ ના જ પુસ્તકો લઈ અપાય તેને બારમા ધોરણ ના પુસ્તક લઈ આપશે તે તેની લાયકાત નથી તેમ ઈશ્વર ને પણ ખબર હોય છે તમારા કર્મ થી તમારી લાયકાત શુ પ્રાપ્ત કરવાની છે તેથી જ તમારા રસ્તે કર્મ કરતા જાવ ઈશ્વર આપમેળે ધીરે ધીરે તમારા કર્મ નું ફળ આપતો જશે.ગીતા માં લખ્યું છે તેમ ઈશ્વર જે કરે છે સારા માટે જ કરે છે અને તમે જ્યાં ચો એ સારી જગ્યા એ જ છો સુખી રહેવું અઘરું નથી.બસ દુઃખ ને તમે સકારાત્મક પરિભાષા માં ફેરવો ચોક્કસ પણે સુખ પ્રાપ્તિ ની અનુભૂતિ થશે જો તમે દુઃખ ને જ વિસ્તૃત વિચારતા રહેશો તો દુઃખી થઈને પણ ઊંડાણ માં દુઃખ અનુભવશો તેથી જ દરેક પળ ને સુખદ હોય કે દુઃખદ દરેક પળ સકારાત્મકતા માં વિતાવવાનું કરો ક્યારેય દુઃખી થવાનો અવસર ન આવે. દુઃખી આજે એજ છે જે બીજાની પ્રગતિ સ્વીકારી નથી શકતો જે બીજા ઇ પ્રગતિ થી રાજી થતો હોય એ કદીય દુઃખી જ થઈ શકે.
- ચિરાગ વણકર
No comments:
Post a Comment