નથી પૈસા થી કઈ વળતું ન તો કીર્તિ થી ન તો નામ થી કે ન તો વિદ્યા થી, માત્ર ને માત્ર તમારું ચારિત્ર્ય જ વ્રજરૂપી દીવાલો ભેદીને માર્ગ કાઢી શકે છે.
આજના સમય માં માનવી માત્ર ને માત્ર એક જ વસ્તુ પાછળ દોડે છે.આપણે સૌ જાણીએ છીએ,નાના હોય કે મોટા બધાને આજે એક જ વસ્તુ ની તડપ છે અને એ છે પૈસા. પણ કદી વિચાર્યું છે તેનાથી સંપૂર્ણ સંતુષ્ટિ મળે છે !? પૈસા આરામ આપે છે કીર્તિ આપે છે નામ આપે છે વધુ માં વધુ પોતાના મન ને સંતોષ પ્રાપ્ત કરાવે છે બસ બીજી? શુ આત્મા ને અંતરાત્મા ને સંતોષ મળે છે ખરા? તમારા પરમાત્મા ને આનંદ મળે છે ખરા?
સાંભળ્યું જ છે જૂનું છે બધાને ખબર છે આવ્યા ખાલી હાથે અને જશું પણ ખાલી હાથે તો પણ છતાં દોડે છે પૈસા થી શુ વળ્યું? કીર્તિ મળી નામ મળ્યું નામ થી તમને શું ફળ્યું એ જે આનંદ છે તે તમારો શરીર પૂરતો જ છે શરીર માંથી આત્મા છૂટશે બાદમાં ઉપર કઇ નહીં આવે.તમે વિદ્યા પ્રાપ્ત કરશો ગમે એટલી મોટી ડીગ્રી મેળવી લેશો તેનાથી શુ વળશે આજના સમય માં તો વિદ્યા જે હેતુ થી પ્રાપ્ત કરવામાં આવે છે ( ડીગ્રી મેળવી સારો રોજગાર મળે તે હેતુ થી) તે પણ ક્યાં મળે છે જોયું જ હશે સારા સારા એન્જીનીયર....
કહેવાનો અર્થ એજ કે ન તો વિદ્યાર્થી ન તો કીર્તિ , નામ કે પૈસા પરંતુ ચારિત્ર્ય સારું હશે વ્યવહાર સારો હશે સ્વભાવ સારો હશે તો સુખી રહેશો તમે જો કોઈની સહાય કરી તમારા મન ને સંતોષ અનુભવશો તો જ તમે ખરેખર માનવી છો.એ જ કારણે તમારા આત્મા ને શાંતિ મળશે તમારી આત્મા ને સંતોષ મળશે અને આત્મા ને સંતોષ મળશે તો અંદર રહેલા પરમાત્મા ને પણ ખુશ કરી શકશો.સાંભળ્યું જ હશે ને આત્મા નો ખોરાક જ સેવા-ભાવના , અને પ્રાર્થના છે . અને ચારિત્ર્ય સારું કરવા માટે જરૂર પડશે આધ્યાત્મિક જીવન ની જે સારા પુસ્તકો દ્વારા સારા વાતાવરણ સારા મિત્રો સારી સંગત દ્વારા પ્રાપ્ત થાય છે.
વાંચવા માટે તો આપણા ધર્મમાં અસંખ્ય જ્ઞાનીઓ એ અસંખ્ય પુસ્તકો ગીતા, વેદ - પુરાણ , ઉપનિષદો લખી રાખ્યા છે.જેમાંથી દુનિયા ના તમામ પ્રશ્ન ના ઉકેલો રહ્યા છે.જો સારું વાંચશો તો સંગત કેવી રાખવી એ આપોઆપ સમજાશે.પુસ્તકો થકી મન આત્મા આપોઆપ જ ભક્તિમાર્ગ તરફ વળશે.મન પ્રફુલ્લિત થશે ભાગદોડ ભરી જિંદગી માં આજે દરેક પાસે તો એટલો સમય નથી હોતો કે સત્સંગ માં જઈ શકે હા માન્યું કે વેબસિરિઝ જોવા 7-8 કલાક હોય પણ પ્રભુભક્તિ માં તો અર્ધી કલાક મળે તો મળે તો પણ બને એટલો સમય કાઢી વાંચશો તો જ જીવન માં ફરક પડશે.જોવા માત્ર થી જેટલું યાદ રહે છે એટલું વાંચવાથી રહે છે કરી જુઓ જાતે જ સમજાઈ જશે.અને
તમારું ચારિત્ર્ય ઘડાતા જ જીવન માં આવતી એક પછી એક દરેક મુશ્કેલીરૂપી દીવાલો ને ભેદી તમે માર્ગ કાઢી જીવન ને સુખમયી બનાવી શકશો.જસ્ટ ટ્રાય...✌️
- ચિરાગ વણકર.
For More.....
You are amazing chirag👌👌
ReplyDeleteThank youu😊
Delete