સ્ત્રી......
એ જ્યારે મેનુ માંથી આઈટમ પસન્દ કરવામાં સમય લેતી હોય તો લેવા દો...એજ તો રાંધતી વખતે કેટલોય સમય લઈને નક્કી કરે છે ને શુ બનાવવાનું છે... કોણ કેટલું ખાશે.. કોના માટે કેટલું બનાવવું ...
એ જ્યારે બહાર જતી વખતે તૈયાર થવામાં સમય લેતી હોય છે તો લેવા દો . એજ તો તમારા ઈસ્ત્રીબંધ કપડાં ગોઠવવામાં સમય લે છે.એજ તો જાણે છે તમારા મોજા ને ક્યાં મુક્યા તમારા કરતા વધારે તો એજ જાણે છે ને..
તમારું બાળક સૌથી સરસ લાગે એ પાછળ એને તૈયાર કરવામાં એ પણ તો કેટલોય સમય કાઢે જ છે ને...
એ જ્યારે ટીવી માં સિરિયલ જોતી.હોય તો જોવા દો જાતે જ..તે બહાર થી ટીવી માં જણાશે પણ તેનું મગજ એજ ધ્યાન રાખતું હોય છે કે ક્યારે રસોઈ બનાવવામાં નો સમય થશે જાતે જ રસોઈ બનાવવાનો સમય થતા રસોડા તરફ ભાગશે...
એને જમવાનું પીરસવા માં મોડું કરે તો કરવા દો..એજ જાણે છે કે જમવાનું બનાવતી વખતે રોટલી બળી જતા એ રોટલી પોતાના માટે રાખી નવી રોટલી તમારા માટે બનાવવા માં મોડું થઈ રહ્યું છે.
ઘર માં આપણાથી ગંદુ થતા એનો ગુસ્સો સહન કરી લો કારણ કે એજ જાણે છે આખો દિવસ ઘર ચોખ્ખું રાખવા એ કેટલઈ સમયશક્તિ ખર્ચ કરે છે.
કામ પત્યા પછી એ શાંતિ થી બારી ની બહાર જોવામાં મશગુલ હોય તો થવા દો.એણે એની જિંદગી ના હજારો કલાકો તમને આપ્યા છે.થોડીક પળો એને પોતાના માટે અનુભવવા દો.
એ જિંદગી માં ખૂબ મહત્વ ની ભૂમિકા ભજવે છે હંમેશા ભાગદોડ કરતી રહી છે.
જ્યાં જ્યાં જરૂર પડે જ્યારે જ્યારે જરૂર પડે. ત્યારે પોતાનો સમય આપતી રહી છે.એ જેટલી ભાગદોડ કરતી રહી છે.એનાથી વધુ ભાગદોડ એને ના કરાવો એ સ્ત્રી છે જેટલું તમે નથી કરી શકતા એનાથી અનેકગણું એ કરી ચુકી છે હવે એને વધુ કઈ ના કરાવો એ વિચારો તમે બહાર થી ઘરે આવો છો બધું ચોખ્ખું હોય છે જમવાનું તૈયાર હોય છે. સુવા માટે બેડ વ્યવસ્થિત હોય છે. એક દિવસ નહીં બે દિવસ નહીં હંમેશા રોજેરોજ... રોજિંદા જીવન ના હજારો વિચારો માં મશગુલ રહેતું મગજ માં એક દિવસ આ વિશે પણ વુચાર કરવા જેવો છે સાચે જ ...
અંતઃકરણ થી ગર્વ અનુભવશો.😄😇😇🙏🏻
એટલે જ તો....જુઓ ને સ્ત્રીઓ માટે કોઈ વ્રત નથી હોતું,તોય જિંદગી જીવી લે છે
કરે છે રાધા ની જેમ પ્રીત
મીરા ની જેમ વિષ પી લે છે.
તમામ respected સ્ત્રી ને હૃદયપૂર્વક આંતરરાષ્ટ્રીય મહિલા દિન ની હાર્દિક શુભકામનાઓ .
- ચિરાગ વણકર
તમામ સ્ત્રીઓ નું કંઇક મહત્વ છે, કોઈક રસોઈ માં નંબર વન છે તો કોઈક ભણવામાં, કોઈક બીઝનેસ માં નંબર વન છે તો કોઈક રમત માં..
ReplyDeleteએ સ્ત્રી છે એમને એમની લાગણી માં રેહવા દો, એને પોતાના માટે પણ કંઇક કરવા દો...
Right કોઈને ખબર નથી એ આગળ શું કરશે તમે મોકો આપશો તો એ આગળ વધશે ચોક્કસ બસ સાથ આપો રોકો નહીં આગળ વધવા દો એ સ્ત્રી છે તેના માટે બધું possible છે ..... ����
ReplyDelete