Tuesday, 7 January 2020

ફરીથી રૂપાણી એ કર્યું હેલ્મેટ ફરજીયાત

ગુજરાત : છેલ્લા કેટલાક સમયથી હેલ્મેટ ના નિયમ ને લઈને રૂપાણી સરકાર મજાકનું પાત્ર બની રહી હતી. જોકે હેલ્મેટનો કાયદો રૂપાણી સરકારે થોડાક સમય માટે સ્થગિત કરી દીધો હતો, પરંતુ હાઇકોર્ટની ફટકાર અને કેન્દ્ર દ્વારા રાષ્ટ્રપતિ શાસન લાદી દેવાની ચીમકી મળ્યા બાદ સરકાર દ્વારા હેલમેટ ના કાયદા ને ફરજિયાત કરવાની વાહન વ્યવહાર મંત્રીએ આજે જાહેરાત કરી દીધી છે, એટલે હવે વાહનચાલકોએ ફરજીયાત હેલ્મેટ પહેરવું પડશે. જોકે થોડા સમય પહેલાં જ વાહન વ્યવહાર મંત્રીએ હેલમેટ ના કાયદાને પુનઃ ફરજીયાત કરવાના સંકેતો આપી દીધા.


આ અગાઉ થોડા દિવસો પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હેલ્મેટને લઈને મહત્વનું નિવદેન આપ્યુ હતું.

જેમાં વિજય રૂપાણીએ કહ્યું હતું કે હેલ્મેટનો કાયદો કેટલાક સમય માટે મરજિયાત કરવામાં આવ્યો છે. હેલ્મેટ કાયદો સરકારે દૂર કર્યો નથી. જો કે, રોડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ દ્વારા હેલ્મેટના કાયદાને મરજિયાત કરતા કોર્ટમાં રાવ નાંખવામાં આવી હતી જેને પગલે ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકારને ટપારી હતી કે, લોકોની સુરક્ષા માટે ફરજિયાત કરેલા હેલ્મેટના કાયદાને મરજિયાત કેમ કર્યો.

હેલ્મેટ મામલે કેન્દ્ર સરકાર દ્વારા કહેવામાં આવ્યુ હતું કે, હેલ્મેટના કાયદામાં કોઈ ઢીલાશ રાખવામાં નહી આવે.


Facebook : SURAT NEWS PEPAR CUTTINGS

No comments:

Post a Comment

Holi Festival Not For Animals..

Pets are a part of your family, understood. You choose to make them a part of your celebrations, understood. But many do not understand th...