Sunday, 15 March 2020

એનિમલ સંસ્થા દ્વારા ફાયર જવાનો ને સ્નેક રેસ્ક્યુ ટ્રેનિંગ આપવામાં આવી



 

સુરત : આજ રોજ મોરાભાગળ ફાયર સ્ટેશન માં ફાયર જવાનો ને એનિમલ ફ્રેન્ડ સંસ્થા ના વોલન્ટિયર દ્વારા સ્નેક રેસ્ક્યુ વિશે  ટ્રેનિંગ આપવામાં આવી તથા ઝેરી બિનઝેરી સાપો વિશે સામાન્ય જાણકારી આપવામાં આવી.જેમાં સાપ વિશે જાણકારી સંસ્થા ના વોલન્ટિયર  યતીનભાઈ દ્વારા સાપ વિશે માહિતી તેમજ તે ક્યાં જોવા મળે જેવી અનેક જાણકારી અપાઈ.સાપ ના ઝેર વિશે તથા સાપ કરડે તો સૌ પ્રથમ શુ કરવું તેવી સામાન્ય જાણકારી નિલેશભાઈ દ્વારા આપવામાં આવી.સાપ વિશે જાણકારી મેળવી ફાયર જવાનો માં ઉત્સાહ જણાયો તથા કેટલીક સાપ વિશે ની ખોટી માન્યતાઓથી જાગૃત કરવામાં અાવી.સ્નેક રેસ્ક્યુ નો કાર્યક્રમ મોરાભાગળ ફાયર સ્ટેશન ના અધિકારી શ્રી સૃષ્ટિ સાહેબ અને શ્રી વસંત ભાઈ ના ઉપસ્થિતિ માં દેવાંગભાઈ દ્વારા આયોજન કરાયું હતું.
 https://m.facebook.com/story.php?story_fbid=134921644706715&id=105376470994566














Saturday, 7 March 2020

એ સ્ત્રી છે ઈચ્છા મુજબ જીવવા દો.....

સ્ત્રી......
એ જ્યારે મેનુ માંથી આઈટમ પસન્દ કરવામાં સમય લેતી હોય તો લેવા દો...એજ તો રાંધતી વખતે કેટલોય સમય લઈને નક્કી કરે છે ને શુ બનાવવાનું છે... કોણ કેટલું ખાશે.. કોના માટે કેટલું બનાવવું ...
એ જ્યારે બહાર જતી વખતે તૈયાર થવામાં સમય લેતી હોય છે તો લેવા દો . એજ તો તમારા ઈસ્ત્રીબંધ કપડાં ગોઠવવામાં સમય લે છે.એજ તો જાણે છે તમારા મોજા ને ક્યાં મુક્યા તમારા કરતા વધારે તો એજ જાણે છે ને..
તમારું બાળક સૌથી સરસ લાગે એ પાછળ એને તૈયાર કરવામાં એ પણ તો કેટલોય સમય કાઢે જ છે ને...
એ જ્યારે ટીવી માં સિરિયલ જોતી.હોય તો જોવા દો જાતે જ..તે બહાર થી ટીવી માં જણાશે પણ તેનું મગજ એજ ધ્યાન રાખતું હોય છે કે ક્યારે રસોઈ બનાવવામાં નો  સમય થશે જાતે જ  રસોઈ બનાવવાનો સમય થતા રસોડા તરફ ભાગશે...

એને જમવાનું પીરસવા માં મોડું કરે તો કરવા દો..એજ જાણે છે કે જમવાનું બનાવતી વખતે રોટલી બળી જતા એ રોટલી પોતાના માટે રાખી નવી રોટલી તમારા માટે બનાવવા માં મોડું થઈ રહ્યું છે.
ઘર માં આપણાથી ગંદુ થતા એનો ગુસ્સો સહન કરી લો કારણ કે એજ જાણે છે આખો દિવસ ઘર ચોખ્ખું રાખવા એ કેટલઈ સમયશક્તિ ખર્ચ કરે છે.

કામ પત્યા પછી એ શાંતિ થી બારી ની બહાર  જોવામાં મશગુલ હોય તો થવા દો.એણે એની જિંદગી ના હજારો કલાકો તમને આપ્યા છે.થોડીક પળો એને પોતાના માટે અનુભવવા દો.
એ જિંદગી માં ખૂબ મહત્વ ની ભૂમિકા ભજવે છે હંમેશા ભાગદોડ કરતી રહી છે.
જ્યાં જ્યાં જરૂર પડે જ્યારે જ્યારે જરૂર પડે. ત્યારે પોતાનો સમય આપતી રહી છે.એ જેટલી ભાગદોડ કરતી રહી છે.એનાથી વધુ ભાગદોડ એને ના કરાવો એ સ્ત્રી છે જેટલું તમે નથી કરી શકતા એનાથી અનેકગણું એ કરી ચુકી છે હવે એને વધુ કઈ ના કરાવો એ વિચારો તમે બહાર થી ઘરે આવો છો બધું ચોખ્ખું હોય છે જમવાનું તૈયાર હોય છે. સુવા માટે બેડ વ્યવસ્થિત હોય છે. એક દિવસ નહીં બે દિવસ નહીં હંમેશા રોજેરોજ... રોજિંદા જીવન ના હજારો વિચારો માં મશગુલ રહેતું મગજ માં એક દિવસ આ વિશે પણ વુચાર કરવા જેવો છે સાચે જ ...
અંતઃકરણ થી ગર્વ અનુભવશો.😄😇😇🙏🏻
એટલે જ તો....જુઓ ને સ્ત્રીઓ માટે કોઈ વ્રત નથી હોતું,તોય જિંદગી જીવી લે છે
કરે છે રાધા ની જેમ પ્રીત
મીરા ની જેમ વિષ પી લે છે.
તમામ respected સ્ત્રી ને હૃદયપૂર્વક આંતરરાષ્ટ્રીય મહિલા દિન ની હાર્દિક શુભકામનાઓ .

                                 -  ચિરાગ વણકર

Tuesday, 3 March 2020

કર્મ કરતા જાવ ,ઈશ્વર તમારી લાયકાત મુજબ તમને ચોક્કસ ફળ આપતો જશે.

Follow Me On Instagram
 
કર્મ કરતા જાવ ઈશ્વર તમને તમારી લાયકાત મુજબ ફળ આપતો જશે.બીજા શુ કરે છે તેને છોડી દો તમારા સાથે કોણ કેવો વ્યવહાર કરે તે છોડી દો ઉંચુ વિચારો પણ એકદમ થી ઉપર ચડવાની કોશિશે તેટલા જ જલ્દી નીચે આવવાની સરળતા મુજબ હશે તેથી જ લાયકાત મુજબ કર્મ કરો જેમ એક દસમુ ધીરણ ભણતા દીકરા ના પિતા ને ખબર હોય છે કે તેને હવે દસ ધોરણ પછી અગિયારમાં ધોરણ ના જ પુસ્તકો લઈ અપાય તેને બારમા ધોરણ ના પુસ્તક લઈ આપશે તે તેની લાયકાત નથી તેમ ઈશ્વર ને પણ ખબર હોય છે  તમારા કર્મ થી તમારી લાયકાત શુ પ્રાપ્ત કરવાની છે તેથી જ તમારા રસ્તે કર્મ કરતા જાવ ઈશ્વર આપમેળે ધીરે ધીરે તમારા કર્મ નું ફળ આપતો જશે.ગીતા માં લખ્યું છે તેમ ઈશ્વર જે કરે છે સારા માટે જ કરે છે અને તમે જ્યાં ચો એ સારી જગ્યા એ જ છો સુખી રહેવું અઘરું નથી.બસ દુઃખ ને તમે સકારાત્મક પરિભાષા માં ફેરવો ચોક્કસ પણે સુખ પ્રાપ્તિ ની અનુભૂતિ થશે જો તમે દુઃખ ને જ વિસ્તૃત વિચારતા રહેશો તો દુઃખી થઈને પણ ઊંડાણ માં દુઃખ અનુભવશો તેથી જ દરેક પળ ને સુખદ હોય કે દુઃખદ દરેક પળ સકારાત્મકતા માં વિતાવવાનું કરો ક્યારેય દુઃખી થવાનો અવસર ન આવે. દુઃખી આજે એજ છે જે બીજાની પ્રગતિ સ્વીકારી નથી શકતો જે બીજા ઇ પ્રગતિ થી રાજી થતો હોય એ કદીય દુઃખી જ થઈ શકે.

                                    - ચિરાગ વણકર



Holi Festival Not For Animals..

Pets are a part of your family, understood. You choose to make them a part of your celebrations, understood. But many do not understand th...