સુરત : આજ રોજ મોરાભાગળ ફાયર સ્ટેશન માં ફાયર જવાનો ને એનિમલ ફ્રેન્ડ સંસ્થા ના વોલન્ટિયર દ્વારા સ્નેક રેસ્ક્યુ વિશે ટ્રેનિંગ આપવામાં આવી તથા ઝેરી બિનઝેરી સાપો વિશે સામાન્ય જાણકારી આપવામાં આવી.જેમાં સાપ વિશે જાણકારી સંસ્થા ના વોલન્ટિયર યતીનભાઈ દ્વારા સાપ વિશે માહિતી તેમજ તે ક્યાં જોવા મળે જેવી અનેક જાણકારી અપાઈ.સાપ ના ઝેર વિશે તથા સાપ કરડે તો સૌ પ્રથમ શુ કરવું તેવી સામાન્ય જાણકારી નિલેશભાઈ દ્વારા આપવામાં આવી.સાપ વિશે જાણકારી મેળવી ફાયર જવાનો માં ઉત્સાહ જણાયો તથા કેટલીક સાપ વિશે ની ખોટી માન્યતાઓથી જાગૃત કરવામાં અાવી.સ્નેક રેસ્ક્યુ નો કાર્યક્રમ મોરાભાગળ ફાયર સ્ટેશન ના અધિકારી શ્રી સૃષ્ટિ સાહેબ અને શ્રી વસંત ભાઈ ના ઉપસ્થિતિ માં દેવાંગભાઈ દ્વારા આયોજન કરાયું હતું.
https://m.facebook.com/story.php?story_fbid=134921644706715&id=105376470994566
No comments:
Post a Comment