પ્રાચીન ધર્મ ઈશ્વર માં ન માનનાર ને "નાસ્તિક" કહેતો.
પરંતુ આજનો ધર્મ કહે છે ,જો તને પોતાના માં શ્રદ્ધા નથી પોતાના માં જ વિશ્વાસ નથી તો તું નાસ્તિક" છે.કોઈ પણ કાર્ય કરવા પહેલા અંદર થી એક વિચાર હંમેશા ઉદભવે છે કે તું આ કામ કરી શકીશ કે નહીં
બસ ત્યારે જ જો જવાબ માં અંદર થી હા આવે તો સમજો કે તું બધું જ કરી શકશે જો અંદર થી આત્મવિશ્વાસ હશે તો કઈ જ અશક્ય નથી અમે જો નહિ હોય તો નાનું કામ પણ અશક્ય જેવું લાગશે બેચેની લાગશે.તેથી નાસ્તિક નહિ આસ્તિક બનો પોતાના માં આત્મવિશ્વાસ રાખો બીજું બધું પછી પહેલા પોતાને તો જુઓ પોતાને ઓળખો પોતાની શક્તિ ને અનુભવો.સફળ એજ થશે જેના માં શ્રદ્ધા આત્મવિશ્વાસ હશે અને તેને કોઈની જરૂર પણ નહીં પડે તે એકલો આખી દુનિયા સાથે લડી શકશે કારણ કે તેના સાથે કોઈ નહિ પણ પોતાની જ શક્તિશાળી આત્મા હશે. દુનિયા માં કોઈ જ કોઈનું નથી એકમાત્ર જો કોઈ સાથ આપે તો તે પોતાના અંદર ની જ આત્મા છે જે શરીર બદલશે પણ સાથ નહિ છોડે.તેથી તેને સાથે રાખો કદી ખોટું કરો નહિ કોઈ નહી તો શું તે તો સાંભળે છે જુએ છે કહેવાય છે ને દરેક આત્મા પરમાત્મા સાથે સંકળાયેલ છે તો પછી પરમાત્મા ને ક્યાં શોધે છે અંદર આત્મા સાથે જ શુદ્ધ થા વિશ્વાસ મુક પરમાત્મા ને તું ધાર્મિક સ્થળે જ કેમ શોધે છે એતો ત્યાં પણ છે જ જ્યાં તું પાપ કરે છે.બધા થી બચી જશે.આખી દુનિયા થી બચશે છેવટે પરમાત્મા નો અંશ તારામાં રહેલો છે તેનાથી કઈ રીતે બચશે.તેથી જ દુનિયા ને છોડ પોતાનું જો પોતાનામાં જ શ્રદ્ધા રાખ વિશ્વાસ રાખ જરૂર સફળ થશે કારણ કે તારી સાથે તારી આત્મા છે,જો એ શુદ્ધ રાખશે તો ક્યાંય મંદિરો માં જવાની જરૂર નથી તે જ "પરમાત્મા" છે.🙏
- ચિરાગ વણકર
▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️
No comments:
Post a Comment