મતદારયાદી સતત સુધારણા કાર્યક્રમ ( ઓનલાઈન )
કોરોના વાયરસ નાં સંકમણ નાં સમયમાં મતદારયાદી ને લગતી સેવાઓ ચૂંટણી પંચ આપને આપે છે વધુ સુરક્ષિત વિકલ્પ. ઘરની બહાર નીકળ્યા વગર જ " નેશનલ વોટર સર્વિસ પોર્ટલ " એટલે કે www.nvsp.in પર મેળવો અનેક સેવાઓ :
☑️ જો ૦૧/૦૧/૨૦૨૦ સુધીમાં આપે ૧૮ વર્ષ પૂર્ણ કર્યા હોય અને મતદારયાદી માં નોંધણી ન થઈ હોય તો હજી પણ નામ નોંધાવવા ની અમૂલ્ય તક આપને ચૂંટણી પંચ ઘર બેઠા આપે છે
1️⃣ ફોર્મ નંબર - ૬ : ૧૮ વર્ષ પૂર્ણ કર્યા હોય કે નવાં નામની નોંધણી કરાવવા ફોર્મ નંબર ૬ ભરવું
2️⃣ ફોર્મ નંબર - ૭ : મતદારયાદીમાથી નામ કમી કરવા ફોર્મ નંબર ૭ ભરવું
3️⃣ ફોર્મ નંબર - ૮ : મતદારયાદી માં નોંધાયેલ પોતાનું નામ તથા અન્ય વિગતો સુધારવા ફોર્મ નંબર ૮ ભરવું
4️⃣ ફોર્મ નંબર - ૮ (ક) : એક જ મત વિભાગ ના એક ભાગમાંથી બીજા ભાગમાં નામ તબદીલ કરવા ફોર્મ નંબર ૮ (ક) ભરવું
આપના નામની ચકાસણી, આપનાં મતદાન મથક, BLO અને મતદાર નોંધણી અધિકારી નાં નામ, સંપર્ક અને અન્ય વિગતો મેળવવા કોરોના વાયરસ થી સુરક્ષા માટે ઘર બેઠા ચૂંટણી પંચ ની સુવિધા નો લાભ ઓનલાઈન મેળવો
હેલ્પલાઇન નંબર : ૧૯૫૦
વેબસાઈટ : www.nvsp.in
ઘરમાં રહો,સુરક્ષિત રહો;
મતદારયાદી ની સેવાઓ માટે નિશ્ચિત રહો.
#chiragvankarnews
#election #corona #covid19 #surat #safesurat #india #voteforindia
No comments:
Post a Comment