સુરતઃ રાજસ્થાનના કોટામાં ગેંગવોરમાં ભાનું અને શિવરાજ ગેંગ સાથે જોડાયેલા રણવીર સિંહ ચૌધરી ગીત 23 ડિસેમ્બરના
રોજ 17 રાઉન્ડ ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી હતી. હત્યા માં વપરાયેલ
સ્કોર્પિયો કાર પોલીસ કજે કરી હતી અને આરોપી ની શોધખોળ હાથ ધરી હતી. જેમાં બે આરોપી સુરત તરફ ભાગ્યા હોવાની. જાણ થઈ હતી. જેથી રાજસ્થાન, સુરત અને નવસારી પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી સુરતના પાલનપુર પાટિયા નજીક આવેલા દિનદયાળ વિસ્તાર આવેલા શુભમ એપાર્ટમેન્ટ ના બીજા માળેથી બે યુવકની
ધરપકડ કરી છે. બંને યુવકનો હાલ નવસારી લઈ જવામાં આવ્યા છે અને વધુ
કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઘટના શું હતી?
કાંટા વિસ્તારમાં આવેલા મહાવીરનગરમાં રણવીર સિંહ ચૌધરી રહેતો હતો અને ભાનુ અને શિવરાજ ગેંગના લીડર હતો. રણવીર
સામે 16 જેટલા ગુનો એ પણ નોંધાયેલા છે. રણવીર ઘણીવાર સવારે અને સાંજે શ્રીનાથપુરમ સ્ટેડિયમ જતો હતો. ગત 22મી. ડિસેમ્બરના રોજ સ્ટેડિયમ ગયો હતો.
રણવીર સ્ટેડિયમના મેઈન દરવાજા પર પહોંચ્યો ત્યારે એક સફેદ કલરની સ્કોર્પિયો
કારમાંથી 6 જેટલા હુમલાખોરોએ ફાયરિંગ
શરૂ કરી દીધું હતું. જેમાં ગોળી રણવીર ના શરીરમાં ઘુસી ગઈ હતી. જેથી તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ત્યાર બાદ પોલીસ દ્વારા 6 જેટલા સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
પોલીસ નો મોટો કાફલો હથિયાર સાથે
પહોંચતા સમગ્ર વિસ્તારમાં લોકો ચોંકી ઉઠ્યા.
સુરતના પાલનપુર પાટિયા વિસ્તારમાં
આવેલા દિનદયાળ વિસ્તાર આવેલા શુભમાં
એપાર્ટમેન્ટ ના બીજા માળે વહેલી સવારે
રાજસ્થાન, નવસારી અને સુરત પોલીસના
મોટો કાફલો હથિયાર સાથે પહોંચતા સમગ્ર
વિસ્તારમાં લોકો ચોંકી ઉઠ્યા હતા. પોલીસ બુલેટફૂપ જેકેટ અને હથિયારો સાથે સમગ્ર
વિસ્તારના ઘેરી ને એક મકાનમાંથી રાજસ્થાનના રણવીરસિંહ ચૌધરીની હત્યામાં સંડોવાયેલા બે યુવકોને ઝડપી પાડ્યા હતા. જો કે પકડાયેલ આરોપીની
પોલીસ પૂછપરછ શરૂ કરી છે અને આ ઈસમ ની હત્યા કોના કહેવા પર કરવામાં
આવી તે દિશા તપાસ શરૂ કરી છે.
Covrage : Divyabhaskarsurat