◆ સુરત / ઉત્તરાયણના દિવસે પક્ષીઓ ઈજાગ્રસ્ત થયાના 456 કોલ મળ્યા, 58 પક્ષીઓના મોત
સિવિલ હોસ્પિટલમાં પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી
◆ સિવિલ હોસ્પિટલમાં પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી
◆ 108 એમ્બ્યુલન્સમાં 300થી વધુ કોલ નોંધાયા છે
◆ પ્રયાસ અને કરૂણા હેલ્પલાઇને પક્ષીઓની સારવાર કરી
સુરતઃ સુરતમાં ઉત્તરાયણની પતંગરસિકોએ મોજ માણી હતી પરંતુ પક્ષીઓ માટે આફત સમાન બની રહી હતી. સુરતમાં ઉત્તરાયણના પર્વમાં પ્રયાસ અને કરૂણા હેલ્પલાઇનને 456 પક્ષીઓ ઘવાયા હોવાના કોલ મળ્યા હતા. જેમાં 58 પક્ષીઓના મૃત્યુ થયા હોવાનું જાણવા મળ્યું છે. ઈજાગ્રસ્ત તમામ પક્ષીઓને તબીબો દ્વારા સારવાર આપવામાં આવી હતી.
રોડ અકસ્માતના વધુ પડતા બનાવો રીંગરોડ તથા રાંદેર રોડ પર
શહેરમાં ઉત્તરાયણના દિવસે રોડ અકસ્માતના વધુ પડતા બનાવો રીંગરોડ તથા રાંદેર રોડ પર જોવા મળ્યા હતા.દોરાથી ઘાયલ થવાના બનાવો રાંદેર રોડ ઉધના દરવાજાથી સચિન રોડ તરફ જોવા મળ્યા હતા. મારામારીના બનાવો પાંડેસરા તથા ઉન વિસ્તારમાં જોવા મળ્યા હતા.
108 એમ્બ્યુલન્સના કોલમાં પણ વધારો થયો
શહેરમાં પતંગની દોરીથી ઈજા થવાના, અકસ્માત તેમજ ધાબા પરથી પટકાવાના ઘણા બનાવો બન્યા હતા. માત્ર 108માં જ આવા 300થી વધુ કેસ નોંધાયા હતા. તે સિવાય ખાનગી હોસ્પિટલમાં આવા અનેક વ્યક્તિઓએ સારવાર લીધી હતી. ઉત્તરાયણના દિવસ દરમિયાન 108 એમ્બ્યુલન્સના કોલમાં પણ વધારો થયો હતો.
No comments:
Post a Comment